સ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, વડા પ્રધાને મોદી આનંદ વ્યક્ત કર્યો

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19ની એશિયન ગેમ્સ ઇવેન્ટમાં આજે બુધવારે 4 ઓક્ટોબરની સવારે ભારતીય ખેલાડીઓએ વધુ 4 મેડલ જીત્યા. આ સાથે, આ એશિયન ગેમ્સમાં ભારતે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 73 મેડલ જીત્યા છે. જેમાં 16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
આ પહેલા ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2018 જકાર્તા-પાલેમ્બાંગ એશિયન ગેમ્સમાં હતું. ત્યારે ભારતે 70 મેડલ (16 ગોલ્ડ મેડલ, 23 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ) જીત્યા હતા. ભારતે એશિયન ગેમ્સમાં સૌથી વધુ 16 ગોલ્ડ મેડલ જીતવાના પોતાના રેકોર્ડની પણ બરાબરી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતના ઐતિહાસિક પ્રદર્શન પર રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

વડાપ્રધાન મોદીએ લખ્યું, એશિયન ગેમ્સમાં ભારત પહેલા કરતા ઘણું વધારે ચમકી રહ્યું છે! 71 મેડલ સાથે, આપણે આપણી અત્યાર સુધીની શ્રેષ્ઠ મેડલ ટેલીની ઉજવણી કરી રહ્યા છીએ, જે આપણા રમતવીરોના અજોડ સમર્પણ, ધીરજ અને ખેલદિલીનો પુરાવો છે. દરેક મેડલ સખત મહેનત અને જુસ્સાની જીવન યાત્રાને પ્રકાશિત કરે છે. સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ. આપણા રમતવીરોને અભિનંદન.

આજે 11માં દિવસે પહેલાથી જ નિશ્ચિત હતું કે 70 મેડલનો આંકડો પાર થઈ જશે. હજુ પણ બીજી ઘણી ઇવેન્ટમાં મેડલ આવી શકે છે. બોક્સિંગ, સ્ક્વોશ, તીરંદાજી અને બ્રિજમાં મેડલ નિશ્ચિત છે. આ સિવાય કેટલીક વધુ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ બાકી છે જેમાં ભારતીય ખેલાડીઓ મેડલ જીતી શકે છે.

જોવાનું એ છે કે શું ભારત હાંગઝોઉમાં ‘અબકી બાર 100 પાર’ની ટેગ લાઇન પર ખરું ઉતારે છે કે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button