સ્પોર્ટસ

પૅરિસ ઑલિમ્પિક્સમાં કયા ભારતીયો કઈ રમતની હરીફાઈમાં પડકાર ફેંકશે? ચાલો, લાંબા લિસ્ટ પર નજર કરી લઈએ…

નવી દિલ્હી: ક્રિકેટ (ટી-20 વર્લ્ડ કપ), ફૂટબૉલ (યુરો તથા કૉપા અમેરિકા ચૅમ્પિયનશિપ) અને ટેનિસ (વિમ્બલ્ડન)ના મહોત્સવ પૂરા થયા. હવે અસંખ્ય રમતોવાળી પૅરિસ ઑલિમ્પિક્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને એમાં ભારતના જે ઍથ્લીટો તથા ખેલાડીઓ ભાગ લેશે એના પર કરોડો ભારતીયોની નજર રહેશે.

ફ્રાન્સના પાટનગર પૅરિસમાં શુક્રવાર, 26મી જુલાઈએ 33મી સમર ઑલિમ્પિક ગેમ્સ શરૂ થશે જે રવિવાર 11 ઑગસ્ટ સુધી ચાલશે.

પૅરિસ ઑલિમ્પિક્સમાં દુનિયાભરમાંથી અંદાજે કુલ 10,000 જેટલા ઍથ્લીટો-ખેલાડીઓ ભાગ લેશે. નીરજ ચોપડાથી લઈને મીરાબાઈ ચાનુ અને નિખત ઝરીન સુધીનાં સ્પર્ધકો પાસે ભારતને મેડલની અપેક્ષા છે.
ભારતના કુલ 113 ઍથ્લીટો-ખેલાડીઓ 16 રમતની હરીફાઈમાં ભાગ લેશે.

આપણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતીય હૉકી ટીમની જાહેરાત, જાણો કયા 16 ખેલાડીઓને ટીમમાં સમાવાયા

પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ભારતીય ઍથ્લીટ્સ-પ્લેયર્સનું લિસ્ટ

તીરંદાજી: દીપિકાકુમારી, ધીરજ બોમ્મદેવડા, પ્રવીણ જાધવ, તરણદીપ રાય, ભજન કૌર, અંકિતા ભગત.

ઍથ્લેટિક્સ: નીરજ ચોપડા, કિશોર જેના, અબ્દુલ્લા અબુબાકર, મોહમ્મદ અનસ, મુહમ્મદ અજમલ, અક્શદીપ સિંહ, વિકાસ સિંહ, પરમજીત સિંહ બિશ્ત, પ્રિયંકા ગોસ્વામી, અવિનાશ સાબળે, પારુલ ચૌધરી, જ્યોતિ યારાજી, કિરણ પહલ, તેજિન્દરપાલ સિંહ તૂર, આભા ખટૂઆ, અનુ રાની, સર્વેશ કુશારે, પ્રવીણ ચિત્રાવેલ, અમોજ જેકબ, સંતોષ તમિલરાસન, રાજેશ રમેશ, મિઝો ચાકો કુરિયન, વિદ્યા રામરાજ, જ્યોતિકા શ્રી, એમઆર પૂર્વમ્મા, સુભા વેન્કટેશ, પ્રાચી, સૂરજ પવાર, જેસવિન એલ્ડ્રિન અને કિરણ પાલ.

બૅડ્મિન્ટન: પીવી સિંધુ, ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઇરાજ રૅન્કિરેડ્ડી, એચએસ પ્રણોય, લક્ષ્ય સેન, અશ્ર્વિની પોનપ્પા અને તનિશા ક્રાસ્ટો.

મુક્કાબાજી: અમિત પંઘાલ, નિખત ઝરીન, લવલીના બૉરગોહેન, જાસ્મિન લંબોરિયા, પ્રીતિ પવાર અને નિશાંત દેવ.

ઘોડેસવારી: અનુષ અગરવાલ.

ગૉલ્ફ: શુભાંકર શર્મા, ગગનજીત ભુલ્લર, અદિતી અશોક અને દીક્ષા ડાગર.

હૉકી: પીઆર શ્રીજેશ, જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કૅપ્ટન), સુમિત, સંજય, રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, અભિષેક, સુખજિત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ અને ગુજરંત સિંહ.

નિશાનબાજી: મનુ ભાકર, ઇશા સિંહ, અંજુમ મૌદગિલ, ઐશ્ર્વર્યા પ્રતાપ તોમર, રાજેશ્ર્વરી કુમારી, શ્રેયસી સિંહ, અનંતજિત સિંહ, રાયજા ધિલ્લોન, મહેશ્ર્વરી ચૌહાણ, સંદીપ સિંહ, અર્જુન બાબુતા, એલાનિવેલ વાલારિવન, રમિતા જિંદાલ, સ્વપ્નિલ કુસાળે, સિફ્ત કૌર સામરા, રિધમ સાંગવાન, સરબજોત સિંહ અને અર્જુન સિંહ ચીમા.

બોટ હરીફાઈ (સઢવાળી નૌકા): વિષ્ણુ સર્વનન અને નેત્રા કુમાનન.

ટેબલ ટેનિસ: શરથ કમલ, મનિકા બત્રા, શ્રીજા અકુલા, હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને અર્ચના કામત.

ટેનિસ: સુમિત નાગલ, રોહન બોપન્ના અને શ્રીરામ બાલાજી.

કુસ્તી: વિનેશ ફોગાટ, અંશુ મલિક, અમન સહરાવત, નિશા દહિયા, રીતિકા હૂડા અને અંતિમ પંઘાલ.

વેઇટલિફ્ટિંગ: મીરાબાઈ ચાનુ.

સ્વિમિંગ: ધિનીધિ દેસિંગૂ અને શ્રીહરિ નટરાજ.

નૌકા હરીફાઈ (હલેસાવાળી નૌકા): બલરાજ પૉવિંગ.

જૂડો: તુલિકા માન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button