સ્પોર્ટસ

આયરલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર: સ્મૃતિ મંધાનાને સોંપ્યું સુકાન

નવી દિલ્હી: આયરલેન્ડ સામે ઘરઆંગણે રમાનારી વન-ડે શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને ત્રણ મેચની વન-ડે સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે રાજકોટમાં 10 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રેણી માટે 15 સભ્યની ટીમની જાહેરાત કરી હતી. હરમનપ્રીતની ગેરહાજરીમાં ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના ટીમની કેપ્ટનશીપ કરશે.

ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમાયેલી શ્રેણી દરમિયાન હરમનપ્રીતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે પ્રથમ બે ટી-20 મેચ રમી શકી ન હતી.

તે ત્રીજી મેચમાં ટીમમાં પાછી ફરી હતી અને ત્યાર બાદ ત્રણ મેચની વન-ડે સીરિઝમાં કેપ્ટનશીપ કરી હતી. 35 વર્ષીય ખેલાડીને અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં દુબઈમાં મહિલા ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી.

આપણ વાંચો: વડોદરાની સિરીઝ પહેલાં આવી ગઈ ભારતીય મહિલા ટીમની નવી વન-ડે જર્સી…

ટીમની મુખ્ય ઝડપી બોલર રેણુકાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચમાં 10 વિકેટ ઝડપીને શ્રેણીની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ તેને આયરલેન્ડ સામેની શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ભારતીય મહિલા ટીમે ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝને 2-1થી હરાવીને પાંચ વર્ષમાં ઘરની ધરતી પર પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝ જીતી હતી.

ત્યાર બાદ ટીમે વેસ્ટ ઈન્ડિઝને વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. આ જીત સાથે આયરલેન્ડ સામે ટીમનું મનોબળ ઘણું વધી જશે. 28 વર્ષની મંધાના આ મર્યાદિત ઓવરોની શ્રેણીમાં શાનદાર ફોર્મમાં હતી.

ટી20માં સતત ત્રણ અડધી સદી ફટકાર્યા બાદ તેણે વનડેમાં પણ બે અડધી સદી ફટકારી હતી. આયરલેન્ડ સીરિઝ માટે નવી દેખાતી ટીમની પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં જ સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જબરદસ્ત વાપસી કરનાર હરલીન દેઓલ ફરી એકવાર નજરમાં આવશે.

આપણ વાંચો: અમદાવાદમાં ગુરુવારે પ્રથમ વન-ડે: ભારતીય મહિલા ટીમની વર્લ્ડ કપ માટેની તૈયારી શરૂ!

આયરલેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી (વિકેટકીપર), ઋચા ઘોષ (વિકેટકીપર), તેજલ હસબનીસ, રાઘવી બિસ્ટ, મિનુ મણિ, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, ટિટાસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સતઘરે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button