ભારતીય ટેસ્ટ ક્રિકેટરો ઇંગ્લૅન્ડ પહોંચી ગયા | મુંબઈ સમાચાર

ભારતીય ટેસ્ટ ક્રિકેટરો ઇંગ્લૅન્ડ પહોંચી ગયા

લંડન: હેડ-કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ સાથે ભારતીય ટેસ્ટ ક્રિકેટરો (INDIA TEST TEAM) શુક્રવારે રાત્રે મુંબઈથી રવાના થઈને ઇંગ્લૅન્ડ (ENGLAND) પહોંચી ગયા છે.

ભારતના અમુક ટેસ્ટ ખેલાડીઓ ઇન્ડિયા ‘એ’ ટીમ સાથે અગાઉથી જ ઇંગ્લૅન્ડમાં છે.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ (TEST SERIES) ૨૦મી જૂને શરૂ થશે. આ શ્રેણી હવેથી ‘એન્ડરસન-તેંડુલકર ટ્રોફી’ તરીકે ઓળખાશે.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિનની નિવૃત્તિ પછીની ભારતની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ છે.

આ સાથે ભારતનો ટેસ્ટમાં નવો યુગ શરૂ થશે. આ સિરીઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સીઝનમાં ભારતની નવી શરૂઆત પણ શરૂ થઈ રહી છે.

આઈપીએલ-2025નો સર્વોત્તમ બૅટ્સમૅન સાંઈ સુદર્શન ભારતની ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરી રહ્યો છે અને ઇંગ્લૅન્ડ પહોંચ્યા પછી તે ખૂબ જ ઉત્સુક અને રોમાંચિત હતો.

ભારત-ઇંગ્લૅન્ડની પાંચ ટેસ્ટનો કાર્યક્રમ ક્રમવાર આ મુજબ છે :
લીડ્સ (20 જૂનથી પ્રથમ ટેસ્ટ), બર્મિંગહૅમ (બીજી જુલાઈથી બીજી ટેસ્ટ), લોર્ડ્સ (10મી જુલાઈથી ત્રીજી ટેસ્ટ), મૅન્ચેસ્ટર (23મી જુલાઈથી ચોથી ટેસ્ટ) અને ઓવલ (ચોથી ઓગસ્ટથી પાંચમી ટેસ્ટ).

આ પણ વાંચો….ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝની ટ્રોફીને હવે મળ્યું આ ભારતીય લેજન્ડનું નામ…

Back to top button