ભારતીય ક્રિકેટરોનું ટીમ બસમાં યાદગાર ‘રંગ બરસે…’

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરો દુબઈથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પાછા આવ્યા બાદ પોતપોતાના પરિવાર અને મિત્રો સાથે ગોલ્ડન પિરિયડ માણવામાં વ્યસ્ત છે ત્યાં તેમનો જ ધુળેટીના ઉત્સવની મોજ માણતો જૂનો વીડિયો આજે વાઈરલ થયો છે.
આ વીડિયોમાં ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ ઐયર તથા અન્ય સાથીઓ ટીમ-બસમાં હોળી રમી રહેલા જોવા મળે છે.
આ વીડિયોમાં 1991ની સાલની ‘સિલસિલા’ ફિલ્મના ફેમસ ગીત ‘રંગ બરસે… ભીગે ચુનરવાલી રંગ બરસે…’ની ધૂન પર ખેલાડીઓ મસ્ત મૂડમાં જોવા મળી રહ્યા છે.
ભારતીય ક્રિકેટરો દુબઈથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પાછા આવ્યા બાદ પોતપોતાના પરિવાર અને મિત્રો સાથે ગોલ્ડન પિરિયડ માણવામાં વ્યસ્ત
આપણ વાંચો: ભારતીય ક્રિકેટરોને ટ્રોફી-મેડલ્સ આપવા માટેના મંચ પર પાકિસ્તાનના પ્રતિનિધિઓ કેમ નહોતા?
ઑરિજિનલી આ વીડિયો શુભમન ગિલે શૅર કર્યો હતો.
આ વીડિયો પરથી ક્રિકેટપ્રેમીઓને ફરી એકવાર જાણવા મળ્યું કે હોળીનો શુભ અવસર આવે ત્યારે કોઈને કોઈ રીતે ક્રિકેટરોનો બોલીવૂડના ફેમસ સોંગ સાથે સંગમ થઈ જતો હોય છે.
ગયા વર્ષે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતીને પાછી આવી ત્યારે ઓપન બસમાં જે વિક્ટરી-પરેડ યોજાઇ હતી એવી આ વખતે નથી યોજવામાં આવી એમ છતાં ક્રિકેટપ્રેમીઓને ચેમ્પિયન્સ ટ્રોફીના વિજય બાદ આ વીડિયો દ્વારા ફરી એકવાર ખેલાડીઓ જોવા જ મળી.