મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એન્ડરસન-તેંદુલકર ટ્રોફીની છેલ્લી અને પાંચમી મેચ ખુબ જ રોમાંચક રહી, મેચના છેલ્લા દિવસે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું અને સિરીઝ 2-2થી સરભર કરી. આ સાથે જ ઈન્ડિયાનાં ઈંગ્લેન્ડ પ્રવાસનો અંત આવ્યો. દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ટીમ ઇન્ડિયાના આ પ્રદર્શનના ભરપુર વખાણ થઇ રહ્યા છે, ચાહકો હવે ટીમ ઇન્ડિયાને ફરી મેદાનમાં રમતી જોવા ઈચ્છે છે. પરંતુ ચાહકોને લાંબી રાહ જોવી પડશે.
BCCIએ જાહેર કરેલા શેડ્યુલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમ એક મહિનાથી વધુ સમય સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ નહીં રમે. અગાઉ ટીમ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ જવાની હતી, પરંતુ કોઈ કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા સીધી T20 એશિયા કપ 2025 માં રમતી જોવા મળશે, જેમાં ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરના રોજ પહેલી મેચ રમશે.
T20 એશિયા કપ આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ હાઈ પ્રોફાઈલ મેચ પણ યોજાશે. એશિયા કપની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ત્યાર બાદ ભારતીય ટીમને વર્ષના અંત સુધી એકપછી એક સિરીઝ રમવાની છે.
વર્ષના અંત સુધી એક બાદ એક સિરીઝ:
એશિયા કપ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ભારત આવશે છે, આ સિરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થશે અને ત્યારબાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, જ્યાં ભારતીય ટીમ 3 ODI અને 5 T20I મેચ રમશે, આ સિરીઝ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાશે. ત્યાર બાદ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા ભારતના પ્રવાસે આવશે, નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20I મેચ રમાશે. ત્યાર બાદ નવા વર્ષની શારૂઆતમાં ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 T20I અને 3 ODI મેચ રમાશે.
આ વર્ષના અંત સુધીમાં ભારતીય ટીમનું સંપૂર્ણ શેડ્યુલ:
અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.