સ્પોર્ટસ

શું ભારતીય બેટરર્સ સ્પિન રમવાની આવડત ભૂલી રહ્યા છે? 3 દિવસમાં હારેલી ચાર મેચનું વિશ્લેષણ

મુંબઈ: તાજેતરમાં કોલકતાના ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ભારતને હાર મળી આ મેચ માત્ર ત્રણ દિવસમાં જ સમાપ્ત થઇ ગઈ, ભારતીય ટીમની હાર પાછળ ઘણાં કારણો જવાબદાર રહ્યા, સારા સ્પિન વાળી પીચ પણ ભારતની હાર માટે જવાબદાર રહી. છેલ્લા કેટલાક વર્ષોના આંકડા પર નજર કરીએ તો ભારતીય ખેલાડીઓની સ્પિન બોલિંગ રમવાની આવડત અંગે પણ સવાલ ઉભા થયા છે.

આંકડાઓ મુજબ વર્ષ 2020 થી ભારતે ઘરઆંગણે રમાયેલી આઠ ટેસ્ટ સિરીઝમાંથી સાત સિરીઝમાં જીત મેળવી છે. આમ તો આ આંકડા શાનદાર છે, પરંતુ જો થોડું વિશ્લેષણ કરવામાં આવે તો એક ચિંતાજનક ટ્રેન્ડ જાણવા મળે છે. આ સમયગાળા દરમિયાન ભરતીય ટીમને ઘરઆંગણે કુલ સાત ટેસ્ટ મેચમાં હાર મળી, જેમાંથી ચાર મેચ ફક્ત ત્રણ દિવસમાં જ સમાપ્ત થઈગઈ હતી.

અહેવાલ મુજબ ભારતીય ટીમે ત્રણ દિવસમાં હારેલી મેચ સ્પિન-ફ્રેન્ડલી પીચો પર રમાઈ હતી, જે દર્શાવે છે કે ભારતીય બેટર્સ સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરી રહ્યા છે. એક સમયે ભારતીય ટીમ સ્પિન-ફ્રેન્ડલી પિચ પર મજબુત પ્રદર્શન કરતી હતી, હવે આ ટ્રેન્ડ બદલાતો જોવા મળી રહ્યો છે.

આપણ વાચો: ફ્રિકા સામે ભારતના ધબડકા પછી દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન રાખવાની કોણે હિમાયત કરી?

ઇન્દોર ટેસ્ટ, માર્ચ 2023:

વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમના ભારત પ્રવાસ દરમિયાન ઇન્દોરમાં રમાયેલી ટેસ્ટ મેચ 1લી માર્ચથી શરુ થઇ અને 3જી માર્ચે સમાપ્ત થઇ ગઈ. આ મેચમાં ભારતીય ટીમ 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, ભારતીય ટીમના સ્પિનર વળતો પ્રહાર કરશે એવી આશા હતી પરંતુ એવું ના થયું.

ત્યાર બાદ મેથ્યુ કુહનેમેન અને નાથન લિયોને મળીને ભારતીય બેટર્સની કમર તોડી નાખી. બીજી ઇનિંગમાં લિયોને આઠ ઝડપી. મેચ ત્રણ દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ, ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટથી જીત મેળવી.

આપણ વાચો: ભારત સામેની ઐતિહાસિક જીત બાદ રબાડાએ ટીમની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાની ક્ષમતાના કર્યા વખાણ

પુણે ટેસ્ટ, ઓક્ટોબર, 2024:

ગત વર્ષે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમને 3-0થી હાર મળી. પુણેમાં રમાયેલી બીજી મેચમાં પિચમાં વધુ ટર્ન જોવા મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમ તેનો લાભ ના ઉઠાવી શકી. મિશેલ સેન્ટનરે બંને ઇનિંગ મળીને 13 વિકેટ લીધી. 24 ઓક્ટોબરથી શરુ થયેલી મેચ 26 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઇ, ભારત 113 રનથી મેચ હારી ગયું.

મુંબઈ ટેસ્ટ, નવેમ્બર, 2024:

પુણે ટેસ્ટમાં હારના એક અઠવાડિયા બાદ મુંબઈમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે ફરી એક કારમી હાર મળી. એજાઝ પટેલે 11 વિકેટ લીધી. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 174 રન અને બીજી ઇનિંગમાં 121 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ, અને 25 રનથી મેચ હારી ગઈ.

આપણ વાચો: ભારતની ભૂંડી હાર બાદ ભડક્યો હરભજનસિંહ, કહ્યું કે ટેસ્ટ ક્રિકેટને બરબાદ…

કોલકાતા ટેસ્ટ, નવેમ્બર, 2025:

તાજેતરમાં કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે સમાયેલી મેચમાં પણ ભારતીય ટીમની પ્રદર્શન નિરાશાજનક રહ્યું, પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા 159 રન પર ઓલ આઉટ થઇ ગઈ, ત્યાર બાદ ભારતીય ટીમે 189 રન બનાવી 30 રનની લીડ મેળવી. ન્યુઝીલેન્ડે ભારતને 124 રનનો ટાર્ગેટ આપ્યો, ભારતીય ટીમ 93 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ. સિમોન હાર્મરે બંને ઇનિંગમાં 4-4 વિકેટ ઝડપી.

આ આંકડાઓ શું દર્શાવે છે:

દાયકાઓથી સ્પિન પીચને ભારતીય ખેલાડીઓ માટે અનુકુળ માનવામાં આવે છે, હવે આ સમીકરણો બદલાતા જણાઈ રહ્યા છે. અત્યારના સ્પિનરો માત્ર “ફ્લાઇટ એન્ડ ટર્ન” પર આધાર રાખતા નથી, પરંતુ તેના બદલે વૈજ્ઞાનિક ડેટા આધારિત યોજનાથી બોલિંગ કરે છે.

ત્રણ દિવસમાં હારેલી મેચો દર્શાવે છે કે ભારતે તેની હોમ પિચ પર રણનીતિ અંગે ફરી વિચાર કરવો પડશે. ભારતની ટર્નિંગ પીચો પર વિરોધી સ્પિનરો ટીમના સ્પિનરોએ લાઇન અને લેન્થ પર નિયંત્રણ સાથે બોલિંગ કરી શાનદાર પ્રદર્શન કર્યું, દબાણ હેઠળ ભારતીય બેટર્સની ટેકનિક નિષ્ફળ રહી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button