IND vs PAK Women's Match: મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો? વીડિયો વાયરલ થતા વિવાદ
સ્પોર્ટસ

IND vs PAK Women’s Match: મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો? વીડિયો વાયરલ થતા વિવાદ

કોલંબોઃ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025માં ભારતીય ટીમ બીજી વખત આજે મેચ પાકિસ્તાન સામે મેચ રમી રહ્યું છે. કોલંબો ખાતેના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં આયોજિત મુકાબલામાં પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો.

જ્યારે ભારતીય ટીમ પહેલા બેટિંગમાં આવી હતી, પણ ટોસ મુદ્દે ટીમ ઈન્ડિયાનો દગો કર્યો હતો. ટોસ ઉછાળતી વખતે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટેલ્સ કહ્યું હતું, પરંતુ મેચ રેફરીએ એને હેડ કહીને પાકિસ્તાનને ટોસ જીતાડવામાં મદદ કરી હતી. એનો વીડિયો પણ વાયરલ થયા પછી લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી.

ભારતીય ટીમનાં કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામેની મેચમાં ટોસ ઉછાળવામાં આવ્યો હતો, ત્યારે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ કોલ આપીને ટેલ્સ કહ્યું હતું, પરંતુ એના પછી મેચ રેફરીએ શાંન્દ્રે ફ્રિટ્ઝ અને ટોસ પ્રેઝન્ટર મેલ જોન્સે કહ્યું હતું કે હેડ્સ ઈઝ ધ કોલ અને હેડ્સ આવ્યું હતું.

જોકે, ટોસ તો ભારત જીત્યું હતું, પરંતુ પાકિસ્તાન ટોસ જીત્યું હોવાનું જણાવતા પાકિસ્તાનના કેપ્ટનને પૂછવામાં આવ્યું હતું શું પસંદ કરવામાં આવશે અને સનાએ જવાબ આપવામાં વિલંબ કર્યા વિના કહ્યું કે બોલિંગ લેશે. વીડિયો પણ વાયરલ થયા પછી લોકોએ રેફરીની કામગીરી પર સવાલ કર્યા હતા.

આ મુકાબલામાં ટોસ વખતે ‘નો-હેન્ડશેક’ પોલિસીનું ટીમ ઈન્ડિયાની સુકાનીએ પાલન કર્યું હતું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાનો હાથ મિલાવ્યો નહોતો. આ અગાઉ એશિયા કપમાં ભારતીય પુરુષની ટીમે પણ એવું જ કર્યું હતું. ભારતીય ખલેાડીઓએ ત્રણેય મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓની સાથે હેન્ડશેક કર્યો નહોતો.

આ અગાઉ સૌથી પહેલા મેન્સ એશિયા કપ વખતે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે ભારત અને પાકિસ્તાન ત્રણ વખત આમનેસામને રમ્યા છે. ભારતીય ટીમે મેચ પહેલા પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. પાકિસ્તાનની ટીમના કોચ માઈક હેસને દાવો કર્યો છે કે ભારતીય ટીમની સુરક્ષા અને રાજકીય સંવેદનશીલતાને જોઈને કર્યું હતું. મોહસીન નકવીના હાથે એશિયા કપની ટ્રોફી નહીં લેવાની વાત બહાર આવી ત્યારે પણ વિવાદ વધી ગયો હતો.

આ પણ વાંચો…હારીસ રૌફ બાદ હવે પાકિસ્તાની મહિલા ક્રિકેટરે પણ 6-0નો ઈશારો કર્યો! વિવાદ વકર્યો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button