સ્પોર્ટસ

ભારતના જુનિયર હૉકી ખેલાડીઓએ કરી કમાલ…બે દિવસમાં જીત્યા બે મૅચ

જોહોર બાહરુ (મલેશિયા): અહીં સુલતાન ઑફ જોહોર કપ નામની હૉકી સ્પર્ધામાં પુરુષ વર્ગમાં ભારતના જુનિયર ખેલાડીઓએ કમાલ કરી નાખી. તેમણે બે દિવસમાં બે રોમાંચક મૅચ જીતી લીધી હતી. પૉઇન્ટ્સ-ટેબલમાં ભારત છ પૉઇન્ટ સાથે મોખરે છે. શનિવારે ભારતે જાપાનને 4-2થી હરાવ્યું હતું અને રવિવારે કટ્ટર હરીફ ગ્રેટ બ્રિટનની ટીમને 6-4થી આંચકો આપ્યો હતો.

ગ્રેટ બ્રિટન સામેની હાઈ-સ્કોરિંગ મૅચમાં દિલરાજ સિંહ અને શારદા નંદ તિવારીએ બે-બે ગોલ કર્યા હતા.
મોહમ્મદ કોનેઇન દાદે સાતમી મિનિટમાં ભારતનું ખાતુ ખોલાવ્યું હતું અને ત્યાર પછી દિલરાજે 17મી તથા 50મી મિનિટમાં ગોલ કર્યો હતો. શારદા તિવારીના ગોલ 20મી અને 50મી મિનિટમાં થયા હતા. મનમીત સિંહે 26મી મિનિટમાં ગોલ કરીને જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ગ્રેટ બ્રિટન વતી રૉરી પેન્રોઝ, માઇકલ રૉયડને બે-બે ગોલ કર્યા હતા.

આપણ વાંચો: ભારત-ચીનની હૉકી ફાઇનલમાં પાકિસ્તાની ખેલાડીઓએ ઔકાત બતાવી…

શનિવારે જાપાનને 4-2થી હરાવીને ભારતીય ટીમ જોરદાર જોશ અને જુસ્સા સાથે તેમ જ ભરપૂર આત્મવિશ્ર્વાસપૂર્વક મેદાન પર ઊતરી હતી. ગ્રેટ બ્રિટનની ટીમ ઑસ્ટ્રેલિયાને હરાવીને ભારત સામે આવી હતી. બ્રિટિશ ટીમે બીજી જ મિનિટમાં ગોલ કરીને ભારતને આંચકો આપ્યો હતો, પરંતુ ત્યાર બાદ જબરદસ્ત કમબૅક કરીને ભારતીય ખેલાડીઓએ બ્રિટિશ પ્લેયર્સને ચોંકાવી દીધા હતા.

શનિવારની જાપાન સામેની મૅચમાં ભારત વતી આમિર અલી, ગુરજોત સિંહ, આનંદ સૌરભ કુશવાહા અને અંકિત પાલે એક-એક ગોલ કર્યો હતો.

13 વર્ષ જૂની સુલતાન ઑફ જોહોર કપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ત્રણ-ત્રણ ટ્રોફી ભારત અને ગ્રેટ બ્રિટને જીતી છે. જોકે 2023માં જર્મની ચૅમ્પિયન બન્યું હતું. ભારતે 2013 અને 2014 બાદ છેક 2022માં ટ્રોફી મેળવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button