ટોપ ન્યૂઝસ્પોર્ટસ

 India vs England 1st Test : ઇંગ્લૅન્ડની ટીમ ભારતની સ્પિન-ત્રિપુટી સામે ઝૂકી ગઈ, પ્રથમ દાવ 246 રનમાં પૂરો

હૈદરાબાદ: ઇંગ્લૅન્ડે અહીં ભારત સામેની પાંચ મૅચવાળી ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં ટૉસ જીતીને બૅટિંગ લેવાનો ખોટો નિર્ણય લીધો હોવાનું એની ફર્સ્ટ ઇનિંગ્સ વહેલી સમેટાઈ ગઈ એના પરથી પુરવાર થયું હતું. પ્રવાસી ટીમ અઢીસો રન પણ નહોતી બનાવી શકી. બ્રિટિશરોની ટીમનો પહેલો દાવ ભારતીય સ્પિનરોના તરખાટને કારણે 246 રનમાં પૂરો થઈ ગયો હતો. ખુદ કૅપ્ટન બેન સ્ટૉક્સ (70 રન, 88 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) એકલો ભારતીય બોલિંગ આક્રમણ સામે લડ્યો હતો. એકમાત્ર તેણે હાફ સેન્ચુરી ફટકારી હતી અને આક્રમક મૂડમાં (બૅઝબૉલ સ્ટાઇલના અપ્રોચથી) રમ્યો હતો. બીજો કોઈ પણ બૅટર 40 રન પણ નહોતો બનાવી શક્યો. 10મી વિકેટ સ્ટૉક્સની પડી હતી. તેણે ભારતના બધા બોલરોનો હિંમતથી અને સમજદારીથી સામનો કર્યો હતો અને ઇંગ્લૅન્ડની ઇનિંગ્સની 65મી ઓવર જસપ્રીત બુમરાહે કરી હતી જેમાં તેણે સ્ટૉક્સને ક્લીન બોલ્ડ કર્યો હતો.

શ્રેણીનો પહેલો દિવસ ભારતની સ્પિન-ત્રિપુટીનો હતો. રવીન્દ્ર જાડેજા (18-4-88-3) અને આર. અશ્ર્વિને (21-1-68-3) ભારત વતી નોંધાવેલા વિક્રમ સાથે આ દાવમાં શ્રેષ્ઠ પર્ફોર્મ કર્યું હતું. અક્ષર પટેલ (13-1-33-2) પણ ઇંગ્લૅન્ડના બૅટર્સને ભારે પડ્યો હતો. ભારતના બે પેસ બોલરોમાંથી જસપ્રીત બુમરાહ (8.3-1-28-2)ને બે વિકેટ મળી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ (4-0-28-0)ને ફક્ત ચાર ઓવર મળી હતી જેમાં તેને વિકેટ નહોતી મળી. જૉની બેરસ્ટૉએ 37 રન અને ઓપનર બેન ડકેટે 35 રન બનાવ્યા હતા.


જાડેજાની બોલિંગ ખર્ચાળ બની હતી, કારણકે તેની 18 ઓવરમાં 88 રન બન્યા હતા. હકીકતમાં તેની કરીઅરમાં 10 ઓવરવાળી તમામ ઇનિંગ્સમાં આ સૌથી મોંઘી બોલિંગ ઍનેલિસિસ હતી.


દરમ્યાન, અશ્ર્વિન અને જાડેજાની જોડીએ ભારત વતી અનોખો વિક્રમ રચ્યો હતો. તેમણે જોડીમાં ભારત વતી સૌથી વધુ 502 વિકેટના આંક સુધી પહોંચીને અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીએ લીધેલી 501 વિકેટનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. જોડીમાં સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્ર્વવિક્રમ ઇંગ્લૅન્ડના જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડનો છે. તેમણે જોડીમાં કુલ 1039 વિકેટ લીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…