IND vs WI 1st Test: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી આ નિર્ણય લીધો; ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

IND vs WI 1st Test: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી આ નિર્ણય લીધો; ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર

અમદાવાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ આજે ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરુ (IND vs WI 1st Test)થઇ છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, આ સાથે ભારતીય કેપ્ટન શુભમન ગિલ સતત છઠ્ઠી વખત ટોસ હારી ગયો છે.

ટોસ બાદ કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કે ભારત ત્રણ સ્પિનરો ઉતરશે, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. પેસ-બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઇંગ-11:

તેગનારાયણ ચંદ્રપોલ, જ્હોન કેમ્પબેલ, એલીક એથાનાઝ, બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (wk), રોસ્ટન ચેઝ (c), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખેઈરી પિયર, જોહાન લેન, જેડેન સીલ્સ.

ભારતની પ્લેઇંગ-11:

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (c), ધ્રુવ જુરેલ (wk), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2025-27 સાઈકલ હેઠળ ભારતની ઘરઆંગણે આ પહેલી ટેસ્ટ મેચ છે. શુભમન ગિલના કેપ્ટનશીપ હેઠળ ભારતમાં રમાનારી આ પહેલી ટેસ્ટ મેચ છે. દિગ્ગજોની નિવૃત્તિ પછી શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને સિરીઝ 2-2થી ટાઈ કરી હતી.

WTC રેન્કિંગમાં ભારત હાલમાં ત્રીજા ક્રમે છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ છઠ્ઠા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા 100 PCT સાથે ટેબલમાં ટોચ પર, શ્રીલંકા 66.67 PCT સાથે બીજા ક્રમે છે. જો ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે બંને ટેસ્ટ મેચ જીતી પણ જાય, તો પણ WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને જ રહેશે.

આ પણ વાંચો…વેસ્ટ ઇન્ડિઝ 31 વર્ષથી ભારતમાં ટેસ્ટ નથી જીત્યુંઃ ગુરુવારથી પ્રથમ મુકાબલો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button