ઇડન ગાર્ડન્સની પીચથી કેપ્ટન ગિલ અને કોચ ગંભીર નાખુશ! ગાંગુલી તપાસ કરવા આવ્યા, જાણો શું છે કારણ

કોલકાતા: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચનો સિરીઝની પહેલી મેચ શુક્રવારથી કોલકાતાના ઐતિહાસિક મેદાન ઇડન ગાર્ડન્સમાં શરુ થશે, એ પહેલા ગઈ કાલે ભારતીય ટીમે ઓપ્શનલ ટ્રેનીંગ સેશન રાખ્યું હતું, જેમાં ફક્ત કેટલાક પસંદગીના ખેલાડીઓ જ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીચ સંગે સવાલો ઉભા થયા હતાં.
ભારતીય ટીમનું ટ્રેનીંગ સેશન ત્રણ કલાક ચાલ્યું હતું, જેમાં કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ હાજર રહ્યા હતાં, આ ઉપરાંત ફક્ત સાત ખેલાડીઓએ ટ્રેનીંગ સેશનમાં ભાગ લીધો હતો. ઋષભ પંત, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ, દેવદત્ત પડિકલ અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ હાજર રહ્યા ન હતા. કોચિંગ સ્ટાફે લાંબા પીચ નિરીક્ષણ માટે ઘણો સમય વિતાવ્યો હતો.
ગાંગુલી પીચનું નિરીક્ષણ કરવા આવ્યા:
અહેવાલ મુજબ, કેપ્ટન ગિલ અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પીચની ફર્મનેસ તપાસી હતી, ગીલ અને કોચિંગ સ્ટાફે પીચ અંગે નારજગી દર્શાવી હતી. ગિલે પીચ ક્યુરેટર સુજાન મુખર્જી સાથે 15 મિનિટની વાતચીત કરી હતી.
અહેવાલ મુજબ ઇડન ગાર્ડન્સની પીચને છેલ્લા અઠવાડિયાથી પાણી વગરની રાખવામાં આવી હતી, જેને કારણે સપાટી સૂકી થઇ ગઈ હતી અને ભૂરી દેખાતી હતી, સાથે ઘાસના થોડા ઝાંખા પેચ દેખાતા હતાં.સાંજે, દક્ષિણ આફ્રિકાએ મેદાન પર ટ્રેનીંગ કરી.
ક્રિકેટ એસોશિયેશન ઓફ બેંગાલ(CAB) વડા સૌરવ ગાંગુલી પીચનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં, ત્યાર બાદ તેમણે પીચ ક્યુરેટર સુજાન મુખર્જી સાથે ચર્ચા કરી હતી. મુખ્ય પિચ હજુ પણ સૂકી હતી.
ભારતે “રેન્ક ટર્નર”ની માંગ કરી:
આ મેદાન પર ડોમેસ્ટિક સિઝનમાં બે રણજી ટ્રોફી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફાસ્ટ બોલરો મોહમ્મદ શમી અને આકાશ દીપને શરૂઆતના દિવસે સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમમાં શાનદાર ફાસ્ટ બોલરો અને સ્પિનરો છે.
અગાઉ પીચ ક્યુરેટર સુજાન મુખર્જીએ સંકેત આપ્યો કે ભરતીય ટીમ મેનેજમેન્ટે થોડો વધુ ટર્ન મળે તેની પીચની માંગ કરી હતી. જ્યારે ગાંગુલીએ પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે ભારતે “રેન્ક ટર્નર” માટે કોઈ વિનંતી કરી નથી.
આપણ વાંચો: CSK-RR વચ્ચે રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન વચ્ચેનો સોદો અટક્યો! જાણો છે કારણ



