IND vs SA 1st Test: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને આ નિર્ણય લીધો, ભારતની ચોંકવનારી પ્લેઇંગ-11

કોલકતા: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ આજે શુક્રવારથી કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ રહી છે. ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ ફરી એક વાર ટોસ હાર્યો છે, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
ઋષભ પંતને લાંબા સમય બાદ ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન માળ્યું છે, જ્યારે ધ્રુવ જુરેલ પણ ટીમમાં છે, આમ ટીમમાં બે વિકેટ કિપર બેટર છે. ભારતીય ટીમ વોશિંગ સુંદર, અક્ષર પટલ, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા એમ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી છે. સાઈ સુદર્શનને બહાર બેસાડવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન:
એઇડન માર્કરામ, રેયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (wk), સિમોન હાર્મર, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ.
ભારતની પ્લેઇંગ ઇલેવન:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.
ભારત અને દક્ષિણ આફ્રિકાનો વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાંથી 18માં દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી છે, જ્યારે ભારતે 16 મેચ જીતી છે. ભારતના છેલ્લા બે પ્રવાસોમાં દરમિયાન દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન નબળું રહ્યું છે, ભારતે 8 માંથી 7 મેચ જીતી છે, જ્યાર એક મેચ ડ્રો રહી હતી.
આ પણ વાંચો…IND vs SA T20: ભારત મૅચ જીત્યું, સિરીઝ જીત્યું અને ખડકી દીધા આઠ-આઠ મોટા રેકોર્ડ!



