IND vs NZ 2nd ODI: રાજકોટની પીચ કેવી રહેશે? ટીમ ઇન્ડિયામાં આ ફેરફાર જોવા મળશે

રાજકોટ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ODI મેચની સિરીઝની બીજી મેચ આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. પહેલી મેચમાં ભારતીય ટીમે 4 વિકેટે જીત મેળવી હતી, ભારતીય ટીમ આજની મેચ જીતીને સિરીઝ પર કબજો મેળવવાના ઈરાદે મેદાને ઉતરશે, જ્યારે ન્યુઝીલેન્ડ મેચ જીતીને સિરીઝ બારબર કરવાનો પ્રયાસ કરશે.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમની પિચ કેવી રહેશે તેના પર એક નજર કરીએ. સામાન્ય રીતે આ સ્ટેડિયમની પીચને બેટર્સ માટે અનુકૂળ માનવામાં આવે છે, અહી મોટા શોટ ફટકારવા પ્રમાણમાં સરળ રહે છે. શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને થોડી સીમ મૂવમેન્ટ મળી શકે છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધે તેમ પીચ પર બેટિંગ કરવી સરળ બને છે.
સ્પિન બોલરો માટે અહીં વિકેટ લેવી મુશ્કેલ રહી શકે છે, જોકે મિડલ ઓવર્સમાં સ્પિનર્સ રન રેટને નિયંત્રણમાં રાખી શકે છે.
દર્શકોને હાઈ સ્કોરિંગ મેચ જેવા મળશે:
આજે એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આ મેદાનમ પહેલા બેટિંગ કરતી ટીમે ઘણીવાર મોટા સ્કોર નોંધાવ્યા છે. આ મેદાન પર રમાયેલી ODI મેચોમાં પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 300ની આસપાસ છે. અત્યાર સુધીમાં અહીં ચાર ODI મેચ રમાઈ છે, તમામમાં પહેલા બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.
ભારતીય પ્લેઈંગ-11માં ફેરફાર:
આજની મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ-11માં ફેરફાર જોવા મળશે. ઈજાને કારણે વોશિંગ્ટન સુંદર સિરીઝમાંથી બહાર થઈ ગયો છે, અને તેના સ્થાને આયુષ બદોની ડેબ્યું કરી શકે છે. આજે બોલિંગ અટેકમાં પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાને અર્શદીપ સિંહને તક આપવામાં આવી શકે છે.
બીજી ODI માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આયુષ બદોની, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ/અર્શદીપ સિંહ.
આપણ વાંચો: બુધવારે બીજી વન-ડેઃ વૉશિંગ્ટનના સ્થાને નીતીશ રમશે કે બદોની કરીઅર શરૂ કરશે?



