કોમેન્ટરી બોક્સમાં ભાષા વિવાદ! IND vs NZ પહેલી ODI દમિયાન કોમેન્ટરર્સ વચ્ચેની વાતચીત ચર્ચામાં

વડોદરા: ભારતના વિવિધ પ્રદેશોમાં ભાષા વિવાદો છેડાયેલા છે, ગઈ કાલે વડોદરામાં ભારત અને ન્યુઝીલેન્ડની પુરુષ ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી ODI મેચ દરમિયાન કોમેન્ટરી બોક્સમાં ભાષા વિવાદ છેડાયો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટરર વરુણ એરોનએ કે એલ રાહુલ વોશિંગ્ટન સુંદરને તમિલ ભાષામાં સુચના આપી રહ્યો હોવા તરફ ધ્યાન દોર્યું હતું, આ દરમિયાન તેમના સાથે કોમેન્ટરર સંજય બાંગરે કહ્યું કે તેઓ ‘રાષ્ટ્રીય ભાષા’માં વાતચીત વધુ પસંદ કરે છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ODI મેચની પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સે ન્યુઝીલેન્ડને સારી શરૂઆત અપાવી, સ્કોર ક્યારે 56 રન પર શૂન્ય વિકેટ હતો, ત્યારે બંને કોમેન્ટેરર થયેલી વાતચીત ચર્ચામાં છે..
કોમેન્ટરર વરુણે તમિલ ભાષા તરફ ધ્યાન દોર્યું:
કોમેન્ટરર વરુણ એરોનએ કોમેન્ટ્રી દરમિયાન આ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે વોશિંગ્ટન સૂચનાઓ વધુ સારી રીતે સમજી શકે એ માટે રાહુલ તમિલનો ઉપયોગ કરી રહ્યો હશે, આ સમયે અન્ય કોમેન્ટરર સંજય બાંગરે કહ્યું કે તેઓ “રાષ્ટ્રીય ભાષા” વધુ પસંદ કરે છે. તેમણે કોઈ પણ ભાષાનો ઉલ્લેખ કર્યો ન હતો પણ, દેખીતી રીતે જ તેમનો ઈશારો હિન્દી તરફ હતો.
બંને કોમેન્ટરર વચ્ચે થયેલી વાતચીત નીચે પ્રમાણે હતી:
વરુણ એરોન: “કેએલ રાહુલને વોશિંગ્ટન સુંદર સાથે તમિલમાં વાત કરવી પડશે. આગાઉના બોલ પર તેણે આવું કર્યું હતું, રાહુલ કહી રહ્યો છે કે મિડીયમ સિમરની જેમ નહીં, પણ સ્પિનરની જેમ ધીમે બોલ ફેંકે. સંજય ભાઈ, શું તમે સહમત નથી કે વોશિંગ્ટન તમિલ વધુ સારી રીતે સમજી શકે છે? તને હજુ સહમત નથી, તમે જોઈ શકો છો કે બોલની ગતિ 92 સુધી આવી ગઈ છે”
સંજય બાંગર: “હું રાષ્ટ્રીય ભાષામાં વધુ માનું છું.”
વરુણ એરોન: “હું ક્યાં કહી રહ્યો છું કે હું ફક્ત પ્રાદેશિક ભાષાઓમાં જ માનું છું?”
Sanjay Bangar and Varun Aaron fighting over language in commentary pic.twitter.com/Yafw2DtH1D
— ` (@justKohlitweetz) January 11, 2026
ભારતમાં કોઈ ભાષા રાષ્ટ્રીય ભાષા નથી:
નોંધનીય છે કે ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી, પરંતુ ભારતના બંધારણની આઠમી અનુસૂચિ હેઠળ હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાઓનો આપવામાં આવ્યો છે. ભારત દ્વિ-ભાષા નીતિનું પાલન કરે છે, કેન્દ્રીય સ્તરે હિન્દી/અંગ્રેજીનો ઉપયોગ થાય છે, જયારે રાજ્યોને તેમની પોતાની સત્તાવાર ભાષાઓ નક્કી કરવાનો અધિકાર છે.
ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં 22 ભાષાને માન્યતા આપવામાં આવી છે, જે ભારતની ભાષાકીય અને સંકૃતિક વિવિધતાનું પ્રતિક છે. આ ઉપરાંત ભારતમાં સેંકડો ભાષા બોલાય છે. દરેક ભાષાનું આગવું મહત્વ છે. ભારતના દરેક નાગરિકને દેશના કોઈ પણ પ્રદશમાં પોતાની પસંદગીની ભાષા બોલવાનો અધિકાર છે. એવામાં કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક ભાષા ફરજીયાત કરવાના કારણે વિવાદો છેડાયેલા છે.



