IND vs ENG: ચિત્તાના માફક કેચ ઝડપીને 41 વર્ષીય બોલરે કરી નાખી કમાલ
રાંચી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ સિરીઝની ટેસ્ટ મેચમાં ભારતે 3-1થી સિરીઝ જીતી લીધી છે, પરંતુ ઇંગ્લેન્ડના ક્રિકેટર્સે પ્રદર્શન પણ ઉત્તમ કર્યું હતું. ઈંગ્લેન્ડના બોલરની સાથે બેટરોએ પણ મહત્ત્વની રમત રમ્યા હતા. આજની મેચમાં 41 વર્ષના જેમ્સ એન્ડરસને ચિત્તાની માફક કેચ જીતીને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં અનેક એવા પળો બન્યા હતા કે તેની વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં પણ એવી જ એક મૂવમેન્ટ થઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન (James Anderson)ને જે રીતે જમ્પ મારીને કેચ પકડ્યો છે તેને જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
ક્રિકેટમાં દરેક બાબતે તમે ફિટ રહેવું જરૂરી છે. તાજેતરમાં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ભારતની બીજી ઈનિંગ્સ દરમિયાન યશસ્વી જયસ્વાલનો એવો શાનદાર કેચ ઝડપ્યો હતો કે ત્યાં હાજર રહેલા દરેક દર્શકોની સાથે સાથે ખેલાડીઓ પણ દંગ રહી ગયા હતા. એન્ડરસનના આ કેચની સાથે તેના ફિટનેસ બાબતે સોશિયલ મીડિયા પર જોરદર ચર્ચા ચાલી રહી છે.
41 વર્ષના જેમ્સ એન્ડરસને સુપરમેનની જેમ આ કેચનો પકડ્યો હતો તેને જોઈને લોકો તેના ફિટનેસના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ એન્ડરસનની ફિટનેસને સલામ છે. તો બીજાએ લખ્યું હતું કે 41 વર્ષનો હોવા છતાં આ પ્રકારનો કેચ પકડવો કોઈ સુપર મેનથી ઓછું નથી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતે પાંચ વિકેટથી જીત મેળવી હતી. ભારતે તેની આજની જીત સાથે પાંચ મેચવાળી ટેસ્ટ સીરિઝનો ખિતાબ પણ પોતાના નામે કરી દીધો છે.