લોર્ડ્સમાં શુભમન ગિલની અગ્નિપરીક્ષા: ઇંગ્લેન્ડના ઘાતક ફાસ્ટ બોલરની 1595 દિવસ બાદ વાપસી

લંડન: ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. સિરીઝની પહેલી 2 મેચમાં શુભમને 585 રન બનાવ્યા છે. હવે સિરીઝની ત્રીજી મેચ આજથી લોર્ડ્સ રમાવાની છે. ચાહકોને આશા છે કે શુભમન આ મેચમાં પણ તેનું શાનદાર પ્રદર્શન જાળવી રાખીને ત્રીજી મેચમાં ભારતને જીત (Shubhman Gill in Lords test) અપાવે. પરંતુ શુભમન માટે લોર્ડ્સમાં રન બનાવવા સરળ નહીં હોય, કેમ કે ઇંગ્લેન્ડને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ટીમમાં પરત ફરી રહ્યો છે, જે શુભમન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
જોફ્રા આર્ચર 1595 દિવસ પછી ટેસ્ટ ક્રિકેટ રમવા જોઈ રહ્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ 25 ફેબ્રુઆરી 2021 ના રોજ ભારત સામે રમી હતી. ત્યાર બાદ હવે આર્ચર ફરી ભારત સામેની ટેસ્ટથી પરત ફરવા જઈ રહ્યો છે. જોફ્રા આર્ચર સામે શુભમન ગિલનું પ્રદર્શન સારું રહ્યું નથી, ત્યારે શુભમને આર્ચરના બોલ રમવા માટે ખાસ તૈયારી કરવી પડશે.
આર્ચરે સામે શુભમનનું નબળું પ્રદર્શન:
ભારત સામે રમેલી છેલ્લી ટેસ્ટ મેચમાં જોફ્રા આર્ચરે શુભમન ગિલને આઉટ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી શુભમન ગિલે સામે જોફ્રા આર્ચરે 28 બોલ ફેંક્યા છે, જેમાં તેણે શુભમનને બે વાર આઉટ કર્યો છે. જ્યારે શુભમને માત્ર 9 ની એવરેજથી ફક્ત 18 રન બનાવ્યા છે. ત્યારે આજથી શરુ થતી ટેસ્ટ મેચમાં સૌની નજર આર્ચર અને ગિલના મુકાબલા પર હશે.
છેલ્લા 35 વર્ષમાં કોઈ પણ ભારતીય કેપ્ટન ટેસ્ટ ક્રિકેટમાં લોર્ડ્સના મેદાન પર ફિફ્ટી પ્લસ સ્કોર બનાવી શક્યો નથી. શુભમન શાનદાર ફોર્મ જાળવી રાખી આ ક્રમ તોડવા પ્રયત્ન કરશે, ત્યારે આર્ચર તેને સસ્તામાં આઉટ કરવા તૈયારી કરી રહ્યો છે.
આ પણ વાંચો…શુભમન ગિલ-સારા તેંડુલકર લંડનમાં સાથે, તસવીરો વાયરલ