ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs ENG: બેન સ્ટોક્સને બોલ્ડ કરીને જસપ્રીત બૂમરાહે તોડ્યો 110 વર્ષનો રેકોર્ડ

IND vs ENG Test 2023: વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટનો બીજો દિવસ પણ ભારતીય ટીમ માટે સફળ રહ્યો હતો. પહેલા યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચ્યુરીના આધારે ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર 396 રન બનાવ્યા હતા. જવાબમાં જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગના કારણે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બુમરાહ ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં એટલો ખતરનાક હતો કે ઇંગ્લિશ બેટ્સમેનો માટે પીચ પર તેની સામે ટકી રહેવું પણ મુશ્કેલ હતું. બુમરાહે પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપી હતી અને આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો.

જસપ્રીત બુમરાહે માત્ર 34 મેચમાં 150 ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ પણ પૂર્ણ કરી છે. આ મેચમાં બુમરાહે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને બોલ્ડ કરતાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ સમયગાળા દરમિયાન તેણે 10 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેની એવરેજ 20.28 રહી છે.

બુમરાહ હવે ટેસ્ટ ક્રિકેટમાં 150 વિકેટ સાથે છેલ્લા 110 વર્ષમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ એવરેજ ધરાવતો બોલર બની ગયો છે. શ્રેષ્ઠ બોલિંગ એવરેજ ધરાવતા ખેલાડીઓની યાદીમાં, બુમરાહે વેસ્ટ ઈન્ડિઝની દિગ્ગજ ઝડપી ત્રિપુટી માલ્કમ માર્શલ, જોએલ ગાર્નર અને કર્ટલી એમ્બ્રોઝને પાછળ છોડી દીધા છે. 150-વિકેટ ક્લબમાં, બુમરાહ હવે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં બીજા નંબરની સર્વશ્રેષ્ઠ બોલિંગ સરેરાશ ધરાવે છે અને છેલ્લા 110 વર્ષમાં સર્વશ્રેષ્ઠ છે.

https://twitter.com/i/status/1753731755436322874

1901 થી 1914 સુધી 27 ટેસ્ટ મેચ રમનાર ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર સિડની બાર્ન્સ 16.43ની શ્રેષ્ઠ બોલિંગ એવરેજનો રેકોર્ડ ધરાવે છે. 150 ટેસ્ટ વિકેટ ધરાવતા માત્ર 6 ખેલાડીઓની બોલિંગ એવરેજ 21 કરતા ઓછી છે.

  1. સિડની બાર્ન્સ (ઈંગ્લેન્ડ) – 16.43 2. જસપ્રિત બુમરાહ (ભારત) – 20.28 3. એલન ડેવિડસન (ઓસ્ટ્રેલિયા) – 20.53 4. માલ્કમ માર્શલ (વેસ્ટ ઈન્ડિઝ) – 20.94 5. જોએલ ગાર્નર (વેસ્ટ ઈન્ડિઝ) – 20.97

આ દરમિયાન બુમરાહની 6 વિકેટ સ્પિનર ​​કુલદીપ યાદવે પણ ત્રણ વિકેટ લઈને ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગને 253 રનમાં સમેટી દીધી હતી. ઓપનિંગ બેટ્સમેન જેક ક્રોલીએ માત્ર 78 બોલમાં 76 રન બનાવ્યા અને કેપ્ટન બેન સ્ટોક્સે ઝડપથી 47 રન ઉમેર્યા. ભારતે તેના બીજા દાવમાં વિકેટ ગુમાવવાનું ટાળ્યું હતું અને બીજા દિવસની રમતના અંત સુધીમાં તેણે પાંચ ઓવરમાં 28 રન બનાવીને 171 રનની લીડ મેળવી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત