IND Vs ENG 5Th Test: ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈલાજ માટે લંડન પહોંચ્યો આ ખિલાડી, તો Jasprit Bumrahને લઈને આવી મહત્ત્વની અપડેટ…
IND Vs ENG 5Th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે અને હાલમાં ટીમ ઈન્ડિયા 3-1ની સરસાઈથી આગળ છે. હવે સિરીઝની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ સાતમી માર્ચથી અગિયારમી માર્ચ વચ્ચે હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે રમાવવાની છે. આ પાંચમી ટેસ્ટને લઈને જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
હૈદરાબાદમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ બાદ જ ટીમ ઈન્ડિયાના વિકેટ કિપર KL Rahul ટીમ ઈન્ડિયાથી બહાર થઈ ગયો હતો અને KL Rahul ધરમશાલામાં રમાનારી છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ રમશે કે નહીં એના પર હજી સસ્પેન્સ કાયમ છે. દરમિયાન આ ટેસ્ટ મેચને લઈને એવી માહિતી મળી રહી છે કે ઈન્ડિયન ક્રિકેટ ટીમનું મેનેજમેન્ટ આ છેલ્લી ટેસ્ટમાં અનેક ખેલાડીઓને આરામ આપી શકે એમ છે. આ સિવાય Jasprit Bumrahના કમબેકને લઈને પમ મહત્ત્વની માહિતી સામે આવી છે.
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે KL Rahulને ટ્રીટમેન્ટ માટે વિદેશ મોકલવામાં આવ્યો છે અને એક અઠવાડિયાથી તેની સારવાર ચાલી રહી છે. જોકે, રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે રાજકોટ ખાતે રમાયેલી ત્રીજી મેચ માટે રાહુલને 90 ટકા ફિટ માનવામાં આવ્યો હતો. અને BCCI Dvs National Cricket Acadamy (NCA)ના મેનેજમેન્ટ દ્વારા તેની સિચ્યુએશનનું રિવેલ્યુએશન કરવામાં આવ્યું અને ત્યાર બાદથી જ તેની સારવાર ચાલી રહી છે.
Jasprit Bumrahના ટીમમાં કમબેકની વાત કરીએ તો હાલમાં આ બાબતે પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, કારણ કે BCCI, નેશનલ સિલેક્ટ્સ અને ટીમ મેનેજમેન્ટ સિરીઝની છેલ્લીં મેચ માટે બીજા કેટલાક ખિલાડીઓને પણ આરામ આપે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ મેચ સાતમી માર્ચથી શરૂ થશે.
જોકે, એ વાત તો ચોક્કસ છે કે રાંચી ટેસ્ટ માટે વર્કલોડ મેનેજમેન્ટને કારણે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો અને હવે તે ધરમશાલામાં કમબેક કરશે. જ્યારે કેટલાક બીજા ખેલાડીઓને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં લઈને આરામ આપવામાં આવશે, જેમાં એક બોલર અને એક બેટ્સમેનનો સમાવેશ થઈ રહ્યો છે.