સ્પોર્ટસ

INDvsENG 1st Test: બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ફેઈલ; મેચ હારવાનો ડર

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સન્નાટો છવાયેલો છે, ભારતીય ક્રિકેટ ચાહકો ચિંતામાં છે, કેમ કે બીજી ઈનિંગમાં 119 રન પર ભારતની 7 વિકેટ પડી ચુકી છે. છેલ્લી ઇનિંગનો હીરો બનેલો રવિન્દ્ર જાડેજા માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. હવે ભારતે જીતવા માટે વધુ 112 રન બનાવવાના છે. અશ્વિન અને કેએસ ભરત ક્રિઝ પર છે.

હૈદરાબાદ ટેસ્ટના ચોથા દિવસે સ્પિનરોને પીચથી ઘણી મદદ મળી રહી છે. ખાસ કરીને ટોમ હાર્ટલી અને જો રૂટનો બોલ વધુ સ્પિન થઈ રહ્યો છે.

બીજી ઈનિંગમાં ભારતના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નથી. ભારતની પ્રથમ વિકેટ યશસ્વી જયસ્વાલના રૂપમાં પડી હતી. તે 35 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શુભમન ગિલ ખાતું પણ ન ખોલાવી શક્યો. રોહિત શર્મા 58 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલ 42 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ 22 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજા માત્ર બે રન બનાવી રન આઉટ થયો. શ્રેયશ 13 રન બનાવી આઉટ થયો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત