IPL-2024માં હાર્દિક પંડ્યાને લઈને આવી આ મહત્ત્વની અપડેટ…

નવી દિલ્હીઃ IPL-2024 અને હાર્દિક પંડ્યા સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે અને હવે ફરી એક વખત આ સિઝન અને હાર્દિક બંનેને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે IPLની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીની બાગડોર હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. ફ્રેન્ચાઈઝીએ આ અંગેની ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરતાં મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટનને અત્યાર સુધીના એના શાનદાર યોગદાન માટે થેન્ક્યુ કહ્યું હતું.

હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વર્ષે ટ્રેડના માધ્યમથી ગુજરાત ટાઈટન્સને ખરીદ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા બે વર્ષથી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો અને તેની કેપ્ટન્સી હેઠળ ટીમે એક વખત ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

વાત કરીએ રોહિત શર્માની તો રોહિત શર્માએ આઈપીએલમાં પાંચ વખત પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી અને ટીમ દ્વારા આજે જ નવા કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી હતી અને જૂના કેપ્ટનનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાને જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો એ જ સમયે કેપ્ટન્સી તેમને સોંપવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આજે આ અંગે ફ્રેન્ચાઈઝી દ્વારા ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી.