સ્પોર્ટસ

બાંગ્લાદેશમાં મહિલા વર્લ્ડ કપ નહીં રમાય તો કયા ત્રણ વિકલ્પ તૈયાર રખાયા છે?

દુબઈ/ઢાકા: બાંગ્લાદેશમાં થોડા અઠવાડિયાથી સરકાર-વિરોધી તોફાનો ચાલે છે, લોહિયાણ રમખાણોમાં અનેક લોકોના મૃત્યુ થયા છે, વડાં પ્રધાન શેખ હસીના રાજીનામું આપીને ભારત નાસી આવ્યાં છે તેમ જ ઢાકા નજીકના નારૈલ નગરમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન મશરફી મોર્તઝાના ઘર પર હુમલો થયો છે એ બધી સ્થિતિ જોતાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ખૂબ ચિંતિત છે, કારણકે બે મહિના પછી (3-20 ઑક્ટોબર દરમ્યાન) મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રાખવાનું અગાઉથી જ નક્કી છે.

દુબઈમાં હેડ ક્વૉર્ટર ધરાવતી આઇસીસીએ અત્યારથી જ ત્રણ વૈકલ્પિક દેશના નામ વિચારી રાખ્યા છે જ્યાં બાંગ્લાદેશને બદલે આગામી ટી-20 વિશ્ર્વ કપ યોજી શકાશે.

આ પણ વાંચો: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરાયું: જાણી લો ભારત-પાકિસ્તાન મુકાબલો ક્યારે અને ક્યાં થશે

આઇસીસીએ યુએઇ, ભારત અને શ્રીલંકા એમ ત્રણ દેશના નામ શૉર્ટલિસ્ટ કર્યા છે જ્યાં વિશ્ર્વ કપ રાખી શકાશે.
આઇસીસી આ સંબંધમાં બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડ તેમ જ ત્યાંની સલામતી સંસ્થાઓ સાથે તેમ જ પોતાની સિક્યૉરિટી ટીમ સાથે સતત સંપર્કમાં છે.

સોમવારે બાંગ્લાદેશમાં તોફાનો વધી જતાં ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડે પોતાના નાગરિકોને બાંગ્લાદેશ ન જવાની સલાહ આપી હતી.

મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ યોજવા ભારત અને શ્રીલંકા માળખાકીય સગવડોની દૃષ્ટિએ બિલકુલ તૈયાર છે. જોકે શ્રીલંકામાં ઑક્ટોબરમાં વરસાદ પડવાની સંભાવના વધુ રહેતી હોય છે. બીજી બાજુ, જો ભારતમાં આ વર્લ્ડ કપ યોજાય તો પાકિસ્તાની મહિલા ટીમને વિઝા આપવા સંબંધમાં મોટી અડચણ આવી શકે.

દરમ્યાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ ‘એ’ ટીમનો પાકિસ્તાન-પ્રવાસ મુલતવી રાખ્યો છે અને પોતાની સિનિયર મેન્સ ટીમને બે ટેસ્ટ માટે આ મહિને પાકિસ્તાન નહીં મોકલવામાં આવે એવી પણ સંભાવના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?