ODI બેટિંગ રેન્કિંગમાં રોહિતે પ્રથમ ક્રમ જાળવી રાખ્યું! ગિલ અને બાબર આઝમને નુકસાન

મુંબઈ: તાજેતરમાં ઓસ્ટ્રેલીયા સામે રમાયેલી ત્રણ મેચની ODI સિરીઝમાં ભારતની 1-2થી હાર થઇ, આ સિરીઝમાં ભરતીય ટીમનો કેપ્ટન અને ઓપનીંગ બેટર શુભમન ગીલ નિષ્ફળ રહ્યો હતો, પહેલી મેચમાં 10, બીજી મેચમાં 9 અને ત્રીજી મેચમાં 24 રન જ બનાવી શક્યો હતો, જેને કારણે તેને ODI બેટિંગ રેન્કિંગમાં નુકશાન પહોંચ્યું છે.
આજે જાહેર કરવામાં આવેલી ICC રેન્કિંગ બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્માએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, શુભમન ગિલ અને પાકિસ્તાનના બાબર આઝમને નુકસાન થયું છે. ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ ફયદો થયો છે.
રોહિત શર્મા પ્રથમ ક્રમે:

ICC એ જાહેર કરેલી નવી ODI રેન્કિંગ મુજબ રોહિત શર્મા 781 રેટિંગ સાથે પ્રથમ ક્રમે છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 746 રેટિંગ સાથે બીજા ક્રમે છે. ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ બે સ્થાનની છલાંગ લગાવી છે, તે 746 રેટિંગ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.
ગિલ-બાબરને નુકશાન:

ભારતીય ODI ટીમનો કેપ્ટન શુભમન ગિલ 745 રેટિંગ સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા શુભમન પહેલા ક્રમે હતો, પરંતુ તે સતત નિષ્ફળ જઈ રહ્યો છે, જેને કારણે તેનું રેન્કિંગ સતત ઘટી રહ્યું છે.
પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમને પણ એક સ્થાનનું નુકશાન થયું છે, તે 728 ના રેટિંગ સાથે નંબર 5 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો: ICCની નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર: યશસ્વી જયસ્વાલને મોટું નુકસાન, જાણો હવે કયા ક્રમે?
આ સિવાય ODI બેટિંગ રેન્કિંગના 10 ODI બેટર્સની લિસ્ટમાં કોઈ ફેરફાર થયો નથી. ન્યુઝીલેન્ડનો રચિન રવિન્દ્ર ચાર સ્થાન ઉપર આવીને 14મા ક્રમે પહોંચી ગયો છે, કેએલ રાહુલને એક સ્થાન નીચે સરકીને 16મા ક્રમે પહોંચી ગયો છે.
આગામી દિવસોમાં ભારતીય ટીમ ઘણી ODI મેચો રમવાની છે, જેમાં સારું પ્રદર્શન કરીને ખેલાડીઓ રેન્કિંગમાં સુધારો કરી શકે છે.



