વૉર્નર ટેસ્ટમાં કેવી રીતે સચિનથી પણ આગળ છે?
ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરે ટેસ્ટમાંથી નિવૃત્ત થતાં પહેલાં સચિન તેન્ડુલકર સહિતના કેટલાક દિગ્ગજોને કેવી રીતે પાછળ રાખી દીધા એની બહુ રસપ્રદ વિગત મળી છે.
વૉર્નર સિડનીમાં પાકિસ્તાન સામેની સિરીઝની અંતિમ અને પોતાની ટેસ્ટ-કરીઅરની આખરી મૅચના બીજા દાવમાં ઓપનર તરીકે 50મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ એક રેકૉર્ડ જે તેના નામે છે એમાં તેણે સચિન તેન્ડુલકર, ક્રિસ ગેઇલ અને સનથ જયસૂર્યા જેવા દિગ્ગજોને પણ પાછળ પાડી દીધા છે.
ટેસ્ટ, વન-ડે અને ટી-20 એમ ત્રણેય ફૉર્મેટને એકસાથે ગણીએ તો ઓપનર તરીકે (દાવની જેણે શરૂઆત કરી હોય એવા ખેલાડીઓમાં) વૉર્નર 49 સેન્ચુરી સાથે મોખરે છે. આ 49 સદી તેણે 451 ઇનિંગ્સમાં ફટકારી છે. તેની પછીના ક્રમે આવતા બૅટર્સની યાદી આ મુજબ છે : સચિન (342 ઇનિંગ્સમાં ઓપનર તરીકે કુલ 45 સદી), ક્રિસ ગેઇલ (506 ઇનિંગ્સમાં ઓપનર તરીકે કુલ 42 સદી), સનથ જયસૂર્યા (563 ઇનિંગ્સમાં ઓપનર તરીકે કુલ 41 સદી, રોહિત શર્મા (331 ઇનિંગ્સમાં ઓપનર તરીકે કુલ 40 સદી) અને મૅથ્યૂ હેડન (340 ઇનિંગ્સમાં ઓપનર તરીકે કુલ 40 સદી).