સ્પોર્ટસ

Good News: આ મેચથી થઈ શકે છે હાર્દિક પંડ્યાની મેદાન પર વાપસી…

નવી દિલ્હીઃ રવિવારે અમદાવાદ ખાતે રમાયેલી આઈસીસી વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના પરાજય બાદ ક્રિકેટપ્રેમીઓમાં મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્યારે મેદાનમાં પાછો ફરશે અને તેની હેલ્થ અત્યારે કેવી છે? જો તમને પણ આ સવાલ જ સતાવી રહ્યો છે તો અમે અહીં તમારા આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ.

મળી રહેલી માહિતી પ્રમાણે હાર્દિક પંડ્યા કદાચ આઈપીએલ-2024થી કમબેક કરી શકે છે અને ત્યાં સુધી તેની હેલ્થ એકદમ સારી થઈ જશે. હાર્દિક પંડ્યા વર્લ્ડકપ-2023ના લીગ સ્ટેજમાં બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે વર્લ્ડકપની એક પણ મેચમાં રમતો જોવા મળ્યો નહોતો.

આવતીકાલથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા વર્સીસ ઈન્ડિયાની ટી-20ની પાંચ મેચની સિરીઝમાં પણ તેની ગેરહાજરીને કારણે સૂર્યકુમાર યાદવને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. 30 વર્ષીય હાર્દિક પંડ્યા આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની ટીમના કેપ્ટન છે અને તેની કેપ્ટનશિપ હેઠળ ટીમે એક વખત ટાઈટલ પણ પોતાના નામે કરી ચૂકી છે. આ ઉપરાંત તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ફાઈનલ સુધી પણ પહોંચી છે અને એ વખતે ધોનીની કેપ્ટનશિપ હેઠળની ચેન્નઈ સુપરકિંગ્સની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી કુલ 189 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે અને 150 ઈનિંગમાં 3649 રન ફટકાર્યા છે. પંડ્યાના નામે ઈન્ટનેશનલ ક્રિકેટમાં એક સેન્ચ્યુરી અને 18 હાફ સેન્ચ્યુરી ફટકારી છે. જ્યારે બોલિંગમાં તેના રેકોર્ડની વાત કરીએ તો 180 ઈનિંગ દરમિયાન તેણે 178 વિકેટ લીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો