સ્પોર્ટસ

ભારત હાર્યા પછી યશસ્વી જયસ્વાલ પર ચાહકો થયા ગુસ્સે, કારણ શું?

ઈંગ્લેન્ડ: ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હારની મુખ્ય કારણ ભારતીય ખેલાડીઓની ખરાબ ફિલ્ડિંગ રહી. બંને ઈનિંગ્લમાં ઘણા એવા કેચ હતા જે લઈ શકાય તેમ હતા. ખરાબ ફિલ્ડિંગની લઈ યશસ્વી જયસ્વાલનું નામ સૌથી વધું ચર્ચાઈ રહ્યું છે. યશસ્વીના નબળા પ્રદર્શનથી ચાહકોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ મેચ દરમિયાન તેની એક હરકતે ક્રકેટ રસિકોનો ગુસ્સો વધારી દીધો.

મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેણે બેન ડકેટનો કેચ છોડ્યા બાદ ડાન્સ કરતો જોવા મળ્યો. ડકેટ ત્યારે 97 રન પર હતો, અને ઓટ આઉટ થયા બાદ તેણે 149 રનની આ પરી ઈંગ્લેડને જીતાડતી. આ શાનદાર ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. જયસ્વાલની આ હરકતથી ચાહકો ભડકી ઊઠ્યા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

એક X યૂઝરએ જયસ્વાલની ફોટો શેર કરી લખ્યું, “ટીમ હારી રહી છે, અને તે ડાન્સ કરે છે. આટલી બેશરમી મે જોઈ નથી.” જ્યારે બીજા યૂઝરએ કહ્યું, “એક શતક લગાવીને તેનું કામ થઈ ગયું, મેચ જીતે કે હારે તેનાથી તેને કોઈ ફરક નથી.” ઘણા ચાહકોએ તેને કેચ પ્રેક્ટિસ વધારવાની સલાહ આપી.

પ્રથમ ઇનિંગ્સમાં જયસ્વાલે 101 રનની શાનદાર સદી ફટકારી હતી. પરંતુ ફિલ્ડિંગમાં તેણે ઘણા સરળ કેચ ગુમાવ્યા. બીજી ઇનિંગ્સમાં તે ફક્ત 4 રન બનાવીને આઉટ થયો. તેના આ નબળા પ્રદર્શનનો જોતા દર્શકોનો ગુસ્સો તેના પર ફૂટ્યો હતો. હવે જોવાનું રહેશે કે, આગામી ટેસ્ટમાં તેનો પ્રદર્શન કેવો રહે છે. શું ફરી ચાહકોનું મન જીતમાં ખરા ઉતરે છે કે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button