ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પના મોત અંગે પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

લંડનઃ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પ છેલ્લા બે વર્ષથી તેમની ખરાબ તબિયતના કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા હતા અને જેના કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. ગ્રેહામ થોર્પની પત્ની અમાન્ડાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
થોર્પનું 5 ઓગસ્ટના રોજ 55 વર્ષની વયે અવસાન થયું હતું.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા તેમના નિધન જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કારણ આપવામાં આવ્યું ન હતું. હવે તેમની પત્નીએ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ એથરટનને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેના મૃત્યુ પહેલા તેણે પોતાની જાત સાથે લાંબી માનસિક અને શારીરિક લડાઈ લડી હતી.
આ પણ વાંચો: ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર Graham Thorpeનું નિધન, ક્રિકેટ વિશ્વમાં શોકનો માહોલ
મીડિયાને ટાંકીને થોર્પેની પત્નીએ કહ્યું હતું કે, ‘પત્ની અને બે પુત્રીઓને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા. છતાં તેઓ સ્વસ્થ થઇ શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે “તે તાજેતરના સમયમાં અસ્વસ્થ હતા અને તેમના નિધનથી અમે બરબાર થઇ ગયા.
ગયા શનિવારે ફર્નહામ ક્રિકેટ ક્લબ અને ચિપસ્ટેડ ક્રિકેટ ક્લબ વચ્ચેની મેચની શરૂઆત પહેલાં થોર્પની યાદમાં એક સમારોહ યોજાયો હતો, જેમાં તેમની પત્ની અને પુત્રીઓ કિટી અને એમ્મા, 19 એ હાજરી આપી હતી.
અમાન્ડાએ કહ્યું હતું કે “ગ્રેહામ છેલ્લા કેટલાક વર્ષોથી ડિપ્રેશન અને ચિંતાથી પીડિત હતા. આ કારણોસર તેમણે મે 2022માં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે સારવારના કારણે તેમનો જીવ બચી ગયો હતો. તેઓ ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા હતા, જે ક્યારેક ક્યારેક ગંભીર બની જતા હતા.