સ્પોર્ટસ

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ ઇંગ્લેન્ડની ટીમે સુવર્ણ અક્ષરે નામ નોંધાવ્યું, આ ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો

વેલિંગ્ટન: ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં 3 મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડના (ENG vs NZ) પ્રવાસે છે. બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળ ટીમે પ્રથમ મેચ શાનદાર રીતે જીતી હતી, આ સાથે જ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

બીજી ટેસ્ટ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પોતાનું નામ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. ઇંગ્લેન્ડની ટીમે ટેસ્ટ ઈતિહાસમાં 5 લાખ રન (English cricket team completed 5 lakh runs) બનાવ્યો છે, આ પહેલા કોઈ ટીમ આ રેકોર્ડ સુધી પહોંચી શકી નથી.

ભારત ત્રીજા ક્રમે:

ઈંગ્લેન્ડની ટીમે 1082 ટેસ્ટ મેચમાં 5 લાખ રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. ઈંગ્લેન્ડ બાદ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ટીમના નામે છે. ઓસ્ટ્રેલિયાના નામે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 4,28,794 રન બનાવવાનો રેકોર્ડ છે. ભારતે ટેસ્ટ ક્રિકેટમાં 2,78,700 રન બનાવ્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ ઈંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડ ટીમના બેટ્સમેનોએ અત્યાર સુધી 929 ટેસ્ટ સદી ફટકારી છે. આ મામલે પણ ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે, જેના બેટ્સમેનોએ અત્યાર સુધી 892 ટેસ્ટ સદી ફટકારી છે.

ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડન સામે મજબુત સ્થિતિમાં:

બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં માત્ર 280 રન જ બનાવી શકી હતી. આ પછી બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 125 રનમાં ઓલઆઉટ કરી દીધું અને પ્રથમ ઇનિંગના આધારે 155 રનની જંગી લીડ મેળવી લીધી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમે 378 રન બનાવ્યા છે અને હજુ પાંચ વિકેટ બાકી છે. ટીમ લીડ સાથે 533 રન પર પહોંચી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button