સ્પોર્ટસ

કૂકના એક રેકૉર્ડની રૂટે કરી બરાબરી, બીજા વિક્રમની નજીક

લંડન: સ્ટાર-બૅટર જો રૂટે (143 રન, 206 બૉલ, 18 ફોર) ગુરુવારે લૉર્ડ્સમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લૅન્ડને મુશ્કેલીમાંથી ઊગાર્યું હતું અને પછી પોતાના જ દેશના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલસ્ટર કૂકના એક રેકૉર્ડની બરાબરી કરી હતી તેમ જ તેના બીજા રેકૉર્ડની લગોલગ પહોંચી ગયો હતો.

રૂટની ટેસ્ટમાં 33 સેન્ચુરી થઈ છે. તેણે ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ સદી ફટકારનાર કૂકની 33 સદીની બરાબરી કરી છે. ટેસ્ટ-ક્રિકેટમાં કૂકે 12,472 રન બનાવ્યા હતા જે ઇંગ્લૅન્ડ વતી રમી ચૂકેલા તમામ ટેસ્ટ બૅટર્સમાં હાઈએસ્ટ છે. રૂટના 12,274 રન છે અને તે બીજા 199 રન બનાવશે એટલે કૂકનો બ્રિટિશ-રેકૉર્ડ તોડી નાખશે.

રૂટ હવે એક સદી ફટકારશે એટલે 34મી સદી સાથે ચાર બૅટર્સની બરાબરીમાં આવી જશે. સુનીલ ગાવસકર તેમ જ વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારા, પાકિસ્તાનના યુનુસ ખાન અને શ્રીલંકાના માહેલા જયવર્દનેએ 34 સદી ફટકારી હતી.

આ પણ વાંચો: પાંચ જણની ભૂલને કારણે ભારત-શ્રીલંકાની ટાઇ બાદ સુપર ઓવર નહોતી અપાઈ

ગુરુવારે રૂટે 33મી સદી સાથે સ્ટીવ વૉ (32 સદી), કેન વિલિયમસન (32 સદી) અને સ્ટીવ સ્મિથ (32 સદી)ને ઓળંગી લીધા હતા.

ગુરુવારની પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લૅન્ડનો સ્કોર સાત વિકેટે 358 રન હતો. એક સમયે ઇંગ્લૅન્ડે 82 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ રૂટ ક્રીઝમાં અડગ ઊભો રહ્યો હતો અને ટીમને સન્માનજનક સ્થિતિમાં લાવી દીધી હતી.
ગસ ઍટક્ધિસન 74 રને અને મૅથ્યૂ પૉટ્સ 20 રને રમી રહ્યો હતો.

શ્રીલંકાના અસિથા ફર્નાન્ડો, મિલાન રત્નાયાકે અને લાહિરુ કુમારાએ બે-બે વિકેટ તેમ જ પ્રભાત જયસૂર્યાએ એક વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…