IND vs ENG: ‘પહેલી કલાકમાં જ 6 વિકેટ ખેરવીશું’ ઇંગ્લેન્ડના કોચની ભારતીય ટીમને ચેલેન્જ

લંડન: હોમ ઓફ ક્રિકેટ તરીકે જાણીતા લંડનના ક્રિકેટ સ્ટેડીયમ લોર્ડ્સમાં રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ રોમાંચક (Ind vs Eng Lords test) બની છે. પહેલી ઇનિંગમાં બંને ટીમો 387 રન બનાવ્યા, ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 192 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ, ભારતીય ટીમ માટે 193 રન કરવા સરળ લાગી રહ્યા હતાં,પણ એવું ના થયું ચોથા દિવસના અંતે ભરતીય ટીમનો સ્કોર ચાર વિકેટ ગુમાવીને 58 રન રહ્યો, મેચ જીતવા ટીમને હજુ 135 રન બનાવવાના છે અને 6 વિકેટ બાકી છે. ભરતીય ટીમની વિકેટો ઝડપથી ખેરવવા ઇંગ્લેન્ડની ટીમે ખાસ રણનીતિ બનાવી છે.
ત્રીજી ટેસ્ટનો પાંચમો દિવસ રોમાંચ અને ઉતારચઢાવથી ભરેલો રહેશે એવી પૂરી શક્યતા છે. એ પહેલા ઇંગ્લેન્ડના આસિસ્ટન્ટ કોચ માર્કસ ટ્રેસ્કોથિકે ભારતીય ટીમને ચેતવણી આપી છે. ટ્રેસ્કોથિકે કહ્યું કે પાંચમો દિવસ શરુ થયાના પહેલા કલાકમાં જ ઇંગ્લેન્ડના બોલરો ભારતની છ વિકેટ ખેરવી દેશે. ટ્રેસ્કોથિકે ઇંગ્લેન્ડના બોલરોનો ગેમ પ્લાન પણ જાહેર કર્યો.
શું હશે ઇંગ્લેન્ડની રણનીતિ?
ચોથા દિવસના અંત બાદ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં માર્કસ ટ્રેસ્કોથિકે કહ્યું, ‘નર્સરી એન્ડ તરફથી બોલિંગ કરતી વખતે થોડો વધુ બાઉન્સ મળી રહ્યો છે. જ્યારે પેવેલિયન એન્ડથી બોલિંગ કરતી વખતે, સ્લોપ ફાયદો મળી રહ્યો છે. આશા છે કે, પાંચમા દિવસે પણ કંઈક આવું જ જોવા મળશે. આશા છે કે બોલ સીમ થશે અને અમે દિવાસના પહેલા કલાકમાં જ 6 વિકેટ લઈશું.’
શોએબ બશીર બોલિંગ કરવા માટે ફિટ:
માર્કસ ટ્રેસ્કોથિક કહ્યું કે ચોથા દિવસને અંતે મળેલી છેલ્લી બે વિકેટે ઇંગ્લેન્ડ ટીમની જીતની આશાઓ વધારી છે. આ ઉપરાંત, માર્કસ ટ્રેસ્કોથિકે ઇંગ્લેન્ડના ઓફ-સ્પિનર શોએબ બશીરની ઈજા અંગે પણ અપડેટ આપ્યું. ટ્રેસ્કોથિકે કહ્યું કે, બશીર બોલિંગ કરવા માટે ફિટ છે. જો જરૂર પડશે, તો તે બોલિંગ કરવા માટે તૈયાર રહેશે.
આ પણ વાંચો….આ વિચિત્ર છે…’, IND vs ENG ટેસ્ટ સિરીઝનું નામ બદલવા પર કપિલ દેવે નારાજગી વ્યક્ત કરી