સ્પોર્ટસ

ડકવર્થ-લુઇસ મેથડના પ્રણેતા ફ્રેન્ક ડકવર્થનું નિધન

નવી દિલ્હી: ક્રિકેટજગતમાં જગવિખ્યાત ડકવર્થ-લુઇસ મેથડના એક પ્રણેતા અને જાણીતા સ્ટૅટિસ્ટિશ્યન ફ્રેન્ક ડકવર્થનું અવસાન થયું છે. તેઓ 84 વર્ષના હતા. ડકવર્થનું 21મી જૂને અવસાન થયું હોવાનું મંગળવારે અહેવાલોમાં જણાવાયું હતું.

ક્રિકેટ મૅચ સંબંધિત મેથડમાંના ડકવર્થના જોડીદાર ટૉની લુઇસનું માર્ચ, 2020માં 78 વર્ષની ઉંમરે નિધન થયું હતું. ડકવર્થ અને લુઇસ, બન્ને આંકડાશાસ્ત્રી ઇંગ્લૅન્ડના હતા.

થોડા વર્ષોથી આ મેથડ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (ડીએલએસ) તરીકે ઓળખાય છે અને એમાંના ત્રીજા મેમ્બર સ્ટીવ સ્ટર્ન છે.
2014માં ડકવર્થ અને લુઇસ, બન્ને આંકડાશાસ્ત્રીએ નિવૃત્તિ લીધી ત્યાર બાદ (10 વર્ષથી) ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્ટર્ન જ ક્રિકેટ મૅચમાં વરસાદ કે ખરાબ હવામાન કે બીજા કોઈ અનિવાર્ય કારણસર લાગુ કરાતી પદ્ધતિ સંભાળે છે. સ્ટર્ન જ આ મેથડની જાળવણી કરવા ઉપરાંત એને અપગ્રેડ કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો: Indian cricket team: T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ યુવા ખેલાડીને સોંપાશે કમાન?

ડકવર્થ-લુઇસ મેથડ સૌથી પહેલાં 1997માં પ્રાયોગિક ધોરણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ કરાઈ હતી. મૅચના ટાર્ગેટ સુધારવા સંબંધમાં આઇસીસીએ પહેલી વાર સત્તાવાર રીતે 2001માં આ મેથડ અપનાવી હતી. આ મેથડમાં બાકી રહેલી વિકેટ, ઓવર્સ તેમ જ રનને ધ્યાનમાં રાખીને સેક્ધડ બૅટિંગ કરનાર ટીમ માટે નવો ટાર્ગેટ સેટ કરી આપે છે. ક્યારેક તેમના સુધારેલા લક્ષ્યાંક વિવાદાસ્પદ થયા હતા.

ફ્રેન્ક ડકવર્થે લિવરપુલ યુનિવર્સિટીમાં ફિઝિક્સમાં બીએસસી ઓનર્સની ડિગ્રી મેળવવા ઉપરાંત મેટાલર્જીમાં પીએચડી કરી હતી.

લુઇસે શેફીલ્ડ યુનિવર્સિટીમાંથી મૅથમેટિક્સ અને સ્ટૅટિસ્ટિક્સની ડિગ્રી સાથે ગ્રૅજ્યૂએટ થયા હતા.
ડકવર્થ અને લુઇસ, બન્નેને એમબીઇ (મેમ્બર ઑફ ધ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ અમ્પાયર)ની પદવી અપાઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો