સ્પોર્ટસ

સિરાજને ડ્રૉપ કરો, એક્સ્ટ્રા બૅટરને ઇલેવનમાં સમાવો: પાર્થિવ પટેલ

વિશાખાપટ્ટનમ: હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સ્પિનરોનું પ્રભુત્વ હતું અને એ સ્થિતિમાં જસપ્રીત બુમરાહે મૅચમાં કુલ છ વિકેટ લીધી હતી, પરંતુ મોહમ્મદ સિરાજ વિકેટ વિનાનો રહ્યો હતો. જોકે વાસ્તવિકતા એ છે કે સિરાજને ભાગ્યે જ મોરચા પર બોલાવવામાં આવ્યો હતો.

પહેલા દાવમાં તેને ચાર અને બીજા દાવમાં સાત ઓવર અપાઈ હતી. મતલબ કે તેનો બહુ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે 190 રનની લીડ લેવા છતાં ભારતે છેવટે નવા સ્પિનર ટૉમ હાર્ટલી (131 રનમાં બે અને 62 રનમાં સાત વિકેટ)ના તરખાટને કારણે પરાજય જોવો પડ્યો.

મુખ્ય વાત એ છે કે ઇંગ્લૅન્ડે એકમાત્ર પેસ બોલર માર્ક વૂડને રમાડ્યો હતો અને ત્રણ સ્પિનર (ટૉમ હાર્ટલી, જૅક લીચ, રેહાન અહમદ)ને ઇલેવનમાં સમાવ્યા હતા તેમ જ ટ્રમ્પ-કાર્ડ સમાન સ્પિનર જો રૂટે મૅચમાં કુલ પાંચ વિકેટ લીધી હતી. ભારતે ત્રણ સ્પિનર રવીન્દ્ર જાડેજા, આર. અશ્ર્વિન અને અક્ષર પટેલને તેમ જ પેસ બોલર્સમાંથી બુમરાહ તથા સિરાજને રમાડ્યા હતા. ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર પાર્થિવ પટેલનું એવું માનવું છે કે સિરાજનો આટલો ઓછો ઉપયોગ કરવો હતો તો પછી તેને રમાડ્યો જ શું કામ? તેને બદલે એક્સ્ટ્રા બૅટરને ઇલેવનમાં લેવો જોઈતો હતો.

એ સાથે, પાર્થિવે ટીમ મૅનેજમેન્ટને સલાહ આપી છે કે સિરાજને બદલે વધારાના એક બૅટરને ટીમમાં સમાવવો જોઈએ.
પાર્થિવનું એવું પણ માનવું છે કે ‘ટીમમાં ત્રણ સ્પિનર સમાવવાનો અપ્રોચ એકદમ બરાબર છે, પણ રોહિત શર્માએ હૈદરાબાદની મૅચ પહેલાં કહ્યું હતું એમ અક્ષર બૅટિંગમાં સારો હોવાથી કુલદીપ યાદવને બદલે તેને રમાડવામાં આવ્યો હતો. હું એવું માનું છું કે સિરાજને બદલે એક્સ્ટ્રા બૅટરને ઇલેવનમાં સમાવવામાં આવે તો બૅટિંગનો પ્રૉબ્લેમ મહદઅંશે ઉકેલાઈ જાય.

એવું જો હૈદરાબાદની મૅચમાં કરાયું હોત તો સ્પિનમાં વધુ વરાઇટીને લીધે અક્ષરને બદલે કુલદીપ યાદવને લઈ શકાયો હોત.’
હવે હૈદરાબાદની પ્રથમ ટેસ્ટ ચાર દિવસમાં પૂરી થઈ ગઈ છે એટલે વિશાખાપટ્ટનમમાં બીજી ફેબ્રુઆરીએ શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલાં ભારતીય ટીમને ઇલેવન નક્કી કરવા માટે વધુ એક દિવસ મળ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો