Diamond League 2023: નીરજ ચોપરા ઈતિહાસ રચવાથી માત્ર 0.44 સેમી દૂર રહ્યો
ભારતના સુપરસ્ટાર જેવેલીન થ્રો ખેલાડી નીરજ ચોપરા પ્રતિષ્ઠિત ડાયમંડ લીગની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો. યુએસએના ઓરેગોનમાં આયોજિત ડાયમંડ લીગ ટુર્નામેન્ટ દરમિયાન શનિવારે રાત્રે નીરજ ચોપરાએ તેના બીજા પ્રયાસમાં 83.80 મીટર દુર જેવેલીન ફેંક્યું હતું, આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. પરંતુ નીરજ ચેક રિપબ્લિકના જેકબ વાડલેચને હરાવી ન શક્યો. વડલેચે 84.24 મીટર દુર જેવેલીન ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ફિનલેન્ડનો ઓલિવર હેલેન્ડર 83.74 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.
જાણકારોના જણાવ્યા મુજબ ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપરા ફોર્મમાં જોવા મળ્યો ન હતો. 2 પ્રયાસમાં નીરજ ચોપરાનો સ્કોર ખાલી રહ્યો હતો. આ પછી, નીરજ ચોપરાએ બાકીના 4 પ્રયાસોમાં 83.80 મીટરનું અંતર હાંસલ કર્યું. જોકે, ત્યારપછીનો થ્રો એકદમ સામાન્ય હતો. ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે પ્રથમ પ્રયાસમાં 84.1 મીટરનું અંતર હાંસલ કરીને નીરજ ચોપડા પર લીડ મેળવી હતી.
જેકબ વાડલેચે છઠ્ઠા પ્રયાસમાં 84.27 મીટરનું અંતર હાંસલ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રીતે ભારતીય દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરા પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરી શક્યો ન હતો. વાસ્તવમાં, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નીરજ ચોપરાએ જ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં જીત મેળવી હતી, પરંતુ આ વખતે તેનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ ગયો હતો.
ઉલ્લેખનીય છે નીરજ ચોપરાએ ગયા મહિને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો..