આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરે ડિવોર્સની અફવા વચ્ચે આપ્યું લોકોને લગ્નનું આમંત્રણ, ચાર દિવસ સુધી ચાલશે…
![Delhi Election Result 2025](/wp-content/uploads/2025/02/Delhi-Election-Result-2025.webp)
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? કદાચ તમારા મગજના ઘોડાઓએ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે આખરે કોણ છે આ દિગ્ગજ ભારતીય ક્રિકેટર? થોડા ધીરા પડો આ લેખ પૂરો થશે ત્યાં સુધીમાં તો તમને ચોક્કસ તમને આ ખેલાડીના નામની જાણ થઈ જ જશે.
તમને ખ્યાલ હોય તો થોડાક સમય પહેલાં જ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ (Virendra Sehwag) પોતાની પર્સનલ લાઈફમાં ચાલી રહેલાં ડિસ્પ્યુટ્સને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ બધા વચ્ચે વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર શેર કરેલું વેડિંગ ઈન્વાઈટ ચર્ચાનું કારણ બન્યું છે.
એવા અહેવાલો પણ આવી રહ્યા હતા કે લગ્નના વર્ષો બાદ વીરેન્દ્ર સેહવાગ અને આરતી બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે. બંને જણે એકબીજાને સોશિયલ મીડિયા પર તો અનફોલો કરી જ દીધા છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા વીરેન્દ્ર સેહવાગે ડિવોર્સની અફવાઓ વચ્ચે લગ્નનું આમંત્રણ આપતા ફેન્સ ચોંકી ઉઠ્યા છે. ચાલો આજે તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી-
આપણ વાંચો: Virender Sehwag: વીરેન્દ્ર સેહવાગ માટે આજનો દિવસ ખાસ, પાકિસ્તાનના મુલતાનમાં રચ્યો હતો ઈતિહાસ
સોશિયલ મીડિયા અને સમાચારોમાં ચાલી રહેલી ડિવોર્સની અફવાઓ પર વીરેન્દ્ર સેહવાગ અને આરતીએ કંઈ પણ ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું નથી. પરંતુ અફવાઓનું બજાર ખૂબ જ ગરમ છે. આ બધા વચ્ચે વીરેન્દ્ર સેહવાગે વેડિંગ ઈન્વાઈટ શેર કર્યું છે અને બધાને લગ્નમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે. સેહવાગે એક વીડિયો વેડિંગ ઈન્વાઈટ શેર કર્યું છે.
તમે કંઈ પણ વધારે વિચારો એ પહેલાં તમને જણાવીએ આ લગ્ન સેહવાગના નથી પણ એવી છોકરીઓના છે જે નિરાશ્રિત છે અને આદિવાસી સમાજ સાથે જોડાયેલી છે. સેહવાગે એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે બાગેશ્વર ધામ દ્વારા બુંદેલખંડ નજીક સામૂહિક કન્યા વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ફેન્સ સેહવાગના આ પગલાંના વખાણ કરી રહ્યા છે અને વીરુએ બધાને 22મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી વચ્ચે યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે.