સ્પોર્ટસ

હાર્દિક-નતાશાના ડિવૉર્સનાં આ કારણો હોઈ શકે…

વડોદરા: ભારતીય ઑલરાઉન્ડર, ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન તેમ જ આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમના ચૅમ્પિયન-કૅપ્ટન હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટૅન્કોવિચના છૂટાછેડાએ સમગ્ર ક્રિકેટજગતને તેમ જ મનોરંજનની દુનિયાને ચોંકાવી દીધું છે. હાર્દિક અને નતાશાએ એકમેકથી અલગ પડી ગયા હોવાની ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે જાહેરાત કરીને મહિનાઓની અટકળો પર પૂર્ણવિરામ મૂકાવ્યું છે. તેમના ડિવૉર્સ પાછળ કેટલાક કારણો હોઈ શકે જેના પર આપણે નજર કરીએ….

હાર્દિક અને નતાશાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે મરજીથી એકબીજાથી અલગ પડી જવાનું નક્કી કર્યું છે અને અલગ થઈ જવાનું જ તેમને એકદમ ઠીક લાગ્યું હતું એટલે આ નિર્ણય લીધો છે.

બન્નેનો મામલો લગભગ આ વર્ષની આઇપીએલથી શરૂ થયો હતો. રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સનું સુકાન સંભાળ્યું ત્યારથી તે (હાર્દિક) લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. તેના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છેક તળિયે રહી એટલે તેની વધુ ટીકા થવા લાગી હતી.

આઇપીએલ દરમ્યાન નતાશા જાહેર જનતાથી (ખાસ કરીને સોશિયલ મીડિયામાં) સાવ દૂર રહી એટલે અટકળ થવા લાગી હતી કે બન્નેના લગ્નજીવનમાં તિરાડ તો પડી જ છે. નતાશાએ ઇન્સ્ટા પરની પોતાની પ્રોફાઇલમાંથી ‘પંડ્યા’ અટક કાઢી નાખી અને હાર્દિકે તેની પોસ્ટને લાઇક કરવાનું બંધ કર્યું એટલે લોકોને ખાતરી થઈ હતી કે હવે તેમનું લગ્નજીવન લાંબુ નહીં ટકે.

આ પણ વાંચો: Big Breaking: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લેશે.

જોકે નતાશાએ હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખૂડી સાથેના પારિવારિક સંબંધો જાળવી રાખ્યા હતા, પણ હાર્દિકને સતત અવગણતી હતી એટલે લોકોની શંકા વધુ પાકી થઈ હતી.

નતાશા ક્રિકેટ મૅચોમાં (ખાસ કરીને ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન) સોશિયલ મીડિયામાં હાર્દિકને સપોર્ટ કરવા ન આવી તેમ જ 29મી જૂને હાર્દિકે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની ફાઇનલની અંતિમ ઓવરમાં ભારતને જિતાડ્યું ત્યારે હાર્દિકની પ્રશંસાનો એક શબ્દ પણ નતાશાએ સોશિયલ મીડિયામાં ન લખ્યો એટલે લોકોને ખાતરી થઈ ગઈ હતી કે હવે થોડા દિવસમાં જ તેમના ડિવૉર્સના બૅડ-ન્યૂઝ આવી જશે.

આ સેલિબ્રિટી કપલની નજીકના સૂત્રોનું એવું માનવું છે કે ‘બન્ને વચ્ચેનો સંદેશવ્યવહાર (સંપર્ક) સાવ તૂટી ગયો એ જ સૌથી મોટા કારણસર તેઓ છેવટે છૂટા પડી ગયા હશે. બન્ને વચ્ચે જે પણ કડવાશ હશે એનો અસરકારક ઉકેલ લાવવા તેઓ બન્ને અસમર્થ રહ્યા એને લીધે જ તેમની વચ્ચેનું અંતર વધતું ગયું હશે. બીજું, હાર્દિકની ક્રિકેટ-કારકિર્દી ખૂબ ડિમાન્ડિંગ રહી છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાને હંમેશા માટે છોડીને ક્ચાં ચાલી નતાશા?

તેણે વારંવાર પ્રવાસે જવું પડતું હોય છે, ફિટનેસની સમસ્યા પણ તેને ઘણી વાર નડી છે અને ખાસ કરીને બોલિંગમાં ફૉર્મ પણ ગુમાવી રહ્યો છે. આઇપીએલ વખતે તે ખાસ કરીને રોહિત શર્માના ચાહકો તરફથી ટીકાઓનું નિશાન બન્યો હતો. એ જ રીતે, સર્બિયાની ઍક્ટ્રેસ અને મૉડેલ નતાશાએ પણ મનોરંજનની દુનિયામાં અભિનય તથા શૂટિંગને લગતા કેટલાક કમિટમેન્ટ્સ પૂરા કરવાના હશે એટલે હાર્દિક સામે તેની પણ કેટલીક શરતો હશે.

આ જ બધા કારણસર બન્ને વચ્ચેનું અંતર વધતું ગયું હશે અને લગ્નજીવનની બાબતમાં તેઓ પ્રોફેશનલ લાઇફ તથા અંગત-પારિવારિક જીવન વચ્ચેનું સંતુલન નહીં જાળવી શક્યા હોય.’

જોકે હાર્દિક-નતાશાએ મતભેદો છતાં અને છૂટાં પડી જવા છતાં એકમેકનું સન્માન જાળવવાનું તેમ જ એકબીજાની સાથે મળીને એકબીજાની કાળજી રાખવાનું નક્કી કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button