‘જો વર્કલોડ હોય તો… IPL છોડી દો!’ કોચ ગૌતમ ગંભીરે શુભમન ગિલને આપી ચેતવણી!

મુંબઈ: કોલકાતા ટેસ્ટ દરમિયાન થયેલી ઈજાને કારણે શુભમન ગિલ આવતી કાલથી દક્ષિણ આફ્રિકા સામે શરુ થતી બીજી ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે અને 30 નવેમ્બરથી શરુ થનારી ODI સિરીઝમાં રમી શકશે કે નહીં, એ અંગે ચર્ચા થઇ રહી છે. એવામાં અહેવાલ છે કે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ગિલને ચેતવણી આપી છે.
નોંધનીય છે કે શુભમન ગિલ સપ્ટેમ્બરમાં એશિયા કપથી ત્રણેય ફોર્મેટમાં સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તે ODI અને ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન, T20I ફોર્મેટમાં વાઈસ-કેપ્ટનની જવાબદારી નીભાવી રહ્યો છે. તેના પર વધુ વર્ક લોડ હિવાની ચર્ચા થતી રહે છે.
અહેવાલ મુજબ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વર્કલોડ મેનેજમેન્ટના વિચારને ફગાવી દીધો છે. ગૌતમ ગંભીરે કોમેન્ટેટર આકાશ ચોપરા સાથે વાત કરતા કહ્યું કે ગિલને આરામની જરૂર હોય તો તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) છોડી દેવી જોઈએ.”
ગંભીરની સ્પષ્ટ ચેતવણી:
એક સ્પોર્ટ્સ ચેનલના કાર્યક્રમ દરમિયાન આકાશ ચોપરાએ કહ્યું, “મેં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચ પહેલા વર્ક લોડ અંગે ગૌતમને આ પ્રશ્ન પૂછ્યો હતો. તેમની વાત સ્પષ્ટ હતી જો તમારે વર્કલોડ મેનેજમેન્ટની જરૂર હોય, તો IPL છોડી દો. IPL ટીમની કેપ્ટનશીપને કારણે પ્રેશર રહે છે, તો કેપ્ટનશીપ છોડી દો.”
બીજી ટેસ્ટમાં ગિલના રમવા અંગે BCCIએ સત્તાવાર જાહેરાત કરી નથી. અહેવાલ મુજબ ગિલને સ્વસ્થ થવા માટે ઓછામાં ઓછા 10 દિવસ લાગશે.
ભારતીય ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝ પહેલા તે સ્વસ્થ થઈ જાય. ODI સિરીઝ 30 નવેમ્બરથી શરૂ થશે અને ત્યારબાદ T20I સિરીઝ પણ રમાશે.
આપણ વાંચો: Ashes 2025: પર્થમાં સ્ટાર્કનો તરખાટ! ટોસ જીતીને બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડની નબળી શરૂઆત



