ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ચીને પેરિસ 2024 ઓલિમ્પિકનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો

પેરિસઃ 2024 પેરિસ ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ ચીનના ખાતામાં ગયો છે. ચીને 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાને 16-12થી હરાવ્યું. ચીનની યુટિંગ હુઆંગ અને લિહાઓ શેંગની જોડીએ આ ગોલ્ડ મેડલ જીત્યો છે. યુટિંગ 19 વર્ષનો છે જ્યારે શેંગ માત્ર 17 વર્ષનો છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ ચીનની જોડી ટોપ પર રહી હતી. આ જોડી આ ઇવેન્ટની વર્લ્ડ ચેમ્પિયન પણ છે.

ઓલિમ્પિકમાં હુઆંગ યુટિંગનો આ બીજો મેડલ છે. 16 વર્ષની ઉંમરે તેણે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 17 વર્ષની ઉંમરના શેંગ લિહાઓએ લગભગ તમામ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના ત્રણ ગોલ્ડ મેડલ છે. આ સિવાય તેણે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં પણ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો: બજરંગ પુનિયા 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર, વિનેશની આશા હજી જીવંત

દરમિયાન કઝાકિસ્તાને પણ પેરિસ 2024નો પ્રથમ મેડલ જીત્યો હતો. 1996 પછી શૂટિંગમાં કઝાકિસ્તાનનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. એલેક્ઝાન્ડ્રે લે અને ઇસ્લામ સતપાયેવની મિશ્ર 10 મીટર રાઇફલ જોડીએ પેરિસ 2024ના પ્રથમ મેડલ જીત્યો હતો!

ભારતની 10 મીટર એર રાઈફલ મિક્સ ટીમની જોડી રમિતા જિંદાલ-અર્જુન બબુતા અને સંદીપ સિંહ -ઈલાવેનિલ વાલારિવાન શનિવારે ચેટોરોક્સ શૂટિંગ રેન્જમાં તેમની ઈવેન્ટના મેડલ રાઉન્ડમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button