ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાંગારુઓને હરાવવામાં ટીમ ઈન્ડિયા કેમ સફળ રહી, જીતના કારણો જાણી લો!

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની (champions trohphy 2025) પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને વટભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ ભારતે 2023 વન ડે વર્લ્ડકપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મળેલી હારનો પણ બદલો લીધો હતો.
ભારતની જીતના 5 કારણો
વિરાટ કોહલીની શાનદાર બેટિંગઃ ભારતની જીતનું મુખ્ય કારણ વિરાટ કોહલીની શાનદાર બેટિંગ હતું. સદી ન ફટકારવા છતાં કોહલીની આ બેટિંગ વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. તેના કારણે જ ભારત ફાઈનલમાં પહોંચી શક્યું હતું. કોહલીએ 98 બોલમાં 5 ફોરની મદદથી 84 રનની અમૂલ્ય ઈનિંગ રમી હતી. તેણે ધીરજ સાથે સિંગલ્સ અને ડબલ્સ લઈ સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું.
આપણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પૂર્વે પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટઃ છ લોકોનાં મોત…
શમીનો શાનદાર સ્પેલઃ બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલિંગની કમાન સંભાળી રહેલા શમીએ 10 ઓવરમાં 48 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. શરૂઆતથી જ તેણે હરિફ ટીમના બેટ્સમેનો પર દબાણ બનાવ્યું હતું. પ્રથમ બોલ પર જ ટ્રેવિસ હેડનો કેચ છૂટ્યો હતો.
વરૂણ ચક્રવર્તીનું મેજિકઃ મેગા મુકાબલા દરમિયાન ઓસ્ટ્રેલિયાનો ડાબોડી બેટ્સમેન ટ્રેવિસ હેડ ભારત માટે મુસીબત બને તે પહેલા જ વરૂણ ચક્રવર્તીએ તેને પેવેલિયન પરત મોકલ્યો હતો.
શમીથી કેચ છૂટ્યા બાદ ટ્રેવિસ હેડે તેના અંદાજમાં રૂમવાનું શરૂ કર્યું હતું. 33 બોલમાં 5 ફોર અને 2 છગ્ગા સાથે 39 રન બનાવી લીધા હતા. આ સમયે જ કેપ્ટન વરૂણ ચક્રવર્તીને બોલિંગ સોંપી અને કિંમતી વિકેટ લીધી હતી. તેણે 10 ઓવરમાં 49 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
રવિન્દ્ર જાડેજાની બોલિંગઃ ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બોલિંગથી શાનદાર દેખાવ કર્યો છે. જાડેજાએ ટૂંકાગાળામાં બે વિકેટ ઝડપી હતી. પહેલા તેણે લાબુશેનને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો અને પછી જોસ ઈંગ્લિસને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
શ્રેયસ ઐયરનું ઓલરાઉન્ડર પ્રદર્શનઃ શ્રેયસ ઐયરે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું એટલે કે બોલિંગ કરવી જરૂરી નથી. તેણે ફિલ્ડિંગ કરતી વખતે સ્લોગ ઓવરમાં એલેક્સ કેરીને શાનદાર થ્રો કરીને આઉટ કર્યો હતો. આ ઉપરાંત ચક્રવર્તીની બોલિંગમાં અદ્ભૂત કેચ ઝડપ્યો હતો. બેટિંગમાં પણ 62 બોલ પર 45 રનની મહત્ત્વની ઈનિંગ રમી હતી.