ટીમ ઈન્ડિયા નિર્દયી, આ ટીમ જિતશે ICC Champions Trophy 2025નો ખિતાબ… જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?

હાલમાં ક્રિકેટપ્રેમીઓ પર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખુમાર છવાયેલો છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાને લઈને એક જાણીતા દિગ્ગજ ખેલાડી અને ટીમ ઈન્ડિયાના કોચે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. એટલું જ નહીં આ ભવિષ્યવાણીમાં ટ્રોફી કોણ જિતશે એ ટીમના નામની ઘોષણા પણ કરવામાં આવી છે. ચાલો જોઈએ કોણે કરી છે આ ભવિષ્યવાણી અને કોણ છે એ નસીબદાર ટ્રીમ જે ટ્રોફી ઉઠાવશે-
ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અને કોચ લાલચંદ રાજપૂતે ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાને લઈને ભવિષ્યવાણી કરતાં જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયા એકદમ નિર્દયી છે અને તે જ ટ્રોફી જિતશે. ભારતે 2007માં રાજપૂતની કોચિંગ હેઠળ પહેલાં ટી20 વર્લ્ડકપમાં જિત હાંસિલ કરી હતી. એના 18 વર્ષ બાદ 63 વર્ષીય દિગ્ગજ ખેલાડીને લાગે છે કે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી જિતવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
આપણ વાંચો: કોણે કરી Salman Khan, Shahrukh Khanના મૃત્યુની ભવિષ્યવાણી?
તેણે એવું પણ જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયા ખૂબ જ નિર્મમ છે. તે દરેક મેચમાં પોતાનું વર્ચસ્વ જમાવીને જિત હાંસિલ કરવામા માંગે છે. તેની અપોનન્ટ ટીમને કમબેકનો કોઈ મોકો નથી આપવા માંગતી. આ જ સાચી સ્ટ્રેટેજી છે. ટીમ ઈન્ડિયા જે રીતે રમી રહી એ છે જોતા મને એવું લાગી રહ્યું છે કે તે ખૂબ જ સરળતાથી ટ્રોફી પોતાના નામે કરશે.
હાલમાં યુએઈની ટીમના મુખ્ય કોચ રાજપૂતે જણાવ્યું હતું કે વિરાટ કોહલી પાકિસ્તાનની વિરુદ્ધ સદી ફટકારીને ફોર્મમાં આવી ગયો છે અને હવે રોહિત શર્મા પાસેથી પણ આવા જ એક શાનદાર શતકની અપેક્ષા છે. ભારતીય ટીમના ઈરાદા ખૂબ જ સ્પષ્ટ છે. તે પોતાની અપોનન્ટ ટીમને ચારો ખાને ચિત્ત કરવા માગે છે.
આપણ વાંચો: તમે એક દિવસ PM બનશો… જાણો મનમોહન સિંહ વિશે કોણે કરી હતી આવી ભવિષ્યવાણી જે સાચી પડી
અત્રે ઉલ્લેખનીય છે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં બીજી માર્ચના ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો થશે. બંને ટીમ વચ્ચેની આ મેચ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ન્યુઝીલેન્ડ અને ઈન્ડિયન ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની સેમિફાઈનલમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. આ બધા વચ્ચે ભારત અને ન્યુઝીલેન્ડ માટે રમાનારી આ મેચ સેમિ ફાઈનલ પહેલાનું ડ્રેસ રિહર્સલ સમાન હશે.