સ્પોર્ટસ

બુમરાહ શરૂઆતની મૅચો નહીં રમે, મુંબઈ ઇન્ડિયન્સ પાસે બીજા નવ પેસ બોલર છે!

મુંબઈઃ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ફરી એકવાર પીઠની ઈજા આઇપીએલમાં નડી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સનો આ મુખ્ય બોલર બાવીસમી માર્ચે શરૂ થનારી આ ટૂર્નામેન્ટની શરૂઆતની થોડી મૅચો નહીં રમી શકે. એવું મનાય છે કે તે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં કમબૅક કરશે.

બુમરાહે માર્ચ 2023માં પીઠમાં સર્જરી કરાવી હતી ત્યાર બાદ કમબૅક કરીને પહેલી વાર પીઠના દુખાવાને લીધે મેદાનથી દૂર રહ્યો છે.

મુંબઈને પીઠના નીચલા ભાગમાં દુખાવો છે. સ્ટ્રેસ સંબંધિત આ ઈજા ફરી તેને જાન્યુઆરીમાં સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની સિડનીની છેલ્લી ટેસ્ટ દરમ્યાન નડીં હતી અને ત્યારથી તે નથી રમી શક્યો. પાંચ ટેસ્ટની એ સિરીઝમાં તેણે સૌથી વધુ 32 વિકેટ લીધી હતી.

આપણ વાંચો: IPL 2025: MIની વિરોધી ટીમો સાવધાન! જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ કરવા તૈયાર

બુમરાહ આઇપીએલમાં શરૂઆતની કેટલી મૅચ નહીં રમી શકે એ તો સ્પષ્ટ નથી જણાવાયું, પરંતુ માર્ચમાં મુંબઈની ત્રણ મૅચ રમાશે જેમાંની પહેલી બે મૅચ અન્ય શહેરમાં રમાવાની છે, જ્યારે 31મી માર્ચે ત્રીજી મૅચ વાનખેડેમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાશે. બુમરાહની બોલિંગ ઍક્શન તમામ ફાસ્ટ બોલર્સમાં સૌથી ભિન્ન છે.

મુંબઈ ઇન્ડિયન્સના અન્ય ફાસ્ટ બોલર્સમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બૉલ્ટ, દીપક ચાહર, રીસ ટૉપ્લી, અર્જુન તેન્ડુલકર, રાજ બાવા, સત્યનારાયણ રાજુ, કૉર્બિન બોશ્ચ અને અશ્વની કુમારનો સમાવેશ છે.

મુંબઈની પ્રથમ મૅચ 23મી માર્ચે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અને બીજી મૅચ 29મી માર્ચે અમદાવાદમાં ગુજરાત જાયન્ટ્સ સામે રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button