
નવી દિલ્હી: વર્ષ 2012માં યોજાયેલી લંડન ઓલમ્પિક દરમિયાન મહિલા બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને મેરી કોમે ભારતનું નામ રોશન કર્યું હતું. જોકે, હવે આ મહિલા બોક્સર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. મેરી કોમે તેના પૂર્વ પતિ કરુંગ ઓંખોલર પર કરોડો રૂપિયાની છેતરપિંડી અને પોતાની કમાણીથી ખરીદેલી જમીન પચાવી પાડવાનો દાવો કર્યો છે. મેરી કોમે જ્યારે આવા દાવાઓ કર્યા છે, ત્યારે કરુંગ ઓંખોલરે પણ મેરી કોમ સામે ચોંકાવનારા દાવાઓ કર્યા છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે.
વાંક કાઢવો છે, તો પુરાવા લાવો, કાગળ લાવો
મીડિયા સાથે વાત કરતા કરુંગે દાવો કરતા જણાવ્યું હતું કે, “અમારી વૈવાહિક સમસ્યાઓ એક દાયકા કરતાંય વધારે જૂની છે. મેરી કોમનું 2013માં એક જૂનિયર બોક્સર સાથે અફેર હતું. જેના કારણે તેમના પરિવારો વચ્ચે વિવાદ થયા અને બાદમાં સમાધાન થયું હતું.” કરુંગ ઓંખોલરે આગળ આરોપ લગાવ્યો કે, “2017થી તે મેરી કોમ બોક્સિંગ અકાદમી સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે. મારી પાસે તેના વ્હોટ્સએપ મેસેજના પુરાવા પણ છે. મારી પાસે તે વ્યક્તિના નામના પુરાવા પણ છે, જેની સાથે તેનું અફેર હતું. હું ચૂપ રહ્યો.”
પોતાના પર લગાવેલા આરોપો અંગે કરુંગે જણાવ્યું કે તે એકલી રહેવા અને બીજા કોઈ સાથે સંબંધ રાખવા ઈચ્છતી હતી. અમારા છૂટાછેડા થઈ ચૂક્યા છે. જો તે બીજા કોઈ સાથે લગ્ન કરવા ઇચ્છે તો મને કોઈ વાંધો નથી. પરંતુ મારો વાંક કાઢશો નહીં. જો મારો વાંક કાઢવો છે, તો પુરાવા લાવો, કાગળ લાવો. મને ખબર છે કે તે ક્યાં અને કોની સાથે રહે છે. તેણે સંપત્તિનો ઉલ્લેખ કર્યો છે અને મારું નામ હટાવવા કહ્યું છે. તેણે કહ્યું છે કે મેં 5 કરોડ રૂપિયા ચોરી કર્યા છે. મારું એકાઉન્ટ ચેક કરો.”
Watch: "I will talk about what she told Lok Adalat. Firstly, in 2013, she was having an affair with a junior boxer. Our families had a fight, and after that, we compromised. And since 2017, she's been having a relationship (with someone) working at the Mary Kom Boxing Academy. I… pic.twitter.com/dW4v99Lzqk
— IANS (@ians_india) January 13, 2026
હું મારા બાળકોને પ્રેમ કરૂં છું
કરુંગે આગળ જણાવ્યું કે, “18 વર્ષ સુધી અમે સાથે રહ્યા. અને હવે આ બધું? તે પાગલ થઈ ગઈ છે. હું 18 વર્ષ સુધી તેની સાથે રહી રહ્યો હતો. આ શું થઈ રહ્યું છે? મારું ઘર જુઓ. હું દિલ્હીમાં ભાડાંના મકાનમાં રહી રહ્યો છું. તે એક સેલિબ્રિટી છે. તે જે પણ કહેશે, કેટલાક લોકો સાંભળશે અને કેટલાક નહીં સાંભળે. પરંપરાગરત રીતે અમારા છૂટાછેડા થઈ ગયા છે. હજુ અમારું કોર્ટમાં જવાનું બાકી છે. હું કોર્ટમાં લડત લડવા માંગતો નથી, કારણ કે હું મારા બાળકોને પ્રેમ કરૂં છું. મારો પતિ મારા રૂપિયા ચોરી રહ્યો છે. નેશનલ મીડિયા પરથી આવું કહેવાનો શું અર્થ છે. હું તેના માટે શું કરૂં?”
કરુંગ ઓંખોલરે વધુમાં જણાવ્યું હતું કે, “તેના દાવાઓના પુરાવા લાવો અને સાબિત કરો કે મારી પાસે કરોડો રૂપિયા છે. તે મારી પર પૈસા ચોરવાની આરોપ કેમ લગાવી રહી છે? તે ચૂંટણી દરમિયાન લીધેલા કરોડો રૂપિયાના દેવાની વાત કરી રહી છે. પુરાવા શું છે? ચૂંટણીમાં રૂપિયા ખર્ચાય છે. મેં મારા મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા.”
ઉલ્લેખનીય છે કે, કરુંગ ઓંખોલરે મેરી કોમના દારુ, વોડકા અને રમ પીવાની, ગુટકા ખાવા જેટલી કેટલીક કુટેવોનો ઉલ્લેખ કર્યો છે અને તેનાથી તેને કોઈ વાંધો ન હતો. એવું પણ કહ્યું છે. કરુંગે મેરી કોમને માફ કરવાની પણ વાત કરી છે, પરંતુ મેરી કોમે પોતાના પર જે આરોપો લગાવ્યા છે, તેને ક્યારેય નહીં ભૂલવાની વાત કરી છે.
આપણ વાંચો: નીતીશ રેડ્ડીનું સિલેક્શન સતતપણે ચર્ચાના ચકડોળે રહ્યું છે



