વિરાટ-રોહિત ODI વર્લ્ડ કપ 2027 નહીં રમી શકે? BCCI ભરી શકે આ મોટું પગલું

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે, હાલ બંને માત્ર ODI ક્રિકેટ માટે જ ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે. ચાહકોને આશા છે વર્ષ 2027માં રમાનારા ODI વર્લ્ડ કપમાં પણ બંને રમતા જોવા મળે અને દેશને ત્રીજો ODI વર્લ્ડ કપ અપાવે. પરંતુ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) કંઇક અલગ વિચારી રહ્યું છે. રોહિત અને વિરાટની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને BCCIને બંનેની ફિટનેસ પર શંકા છે. અહેવાલ મુજબ ODI ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવા અંગે BCCI બંને ખેલાડીઓ સાથે વાત કરી શકે છે.
ગત વર્ષે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ વિરાટ અને રોહિતે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કરી હતી. ત્યારે એવું માનવા આવતું હતું કે ટેસ્ટ અને ODI ક્રિકેટ પર ધ્યાન આપવા માટે બંને એ આ નિર્ણય કર્યો છે. ત્યાર બાદ બંને એ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી. ચાહકોનું માનવું છે કે આફ્રિકામાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2027 માટે તૈયારી કરવા આ નિર્ણય લીધો છે. પરંતુ હવે એ વાત અંગે શંકા છે કે બંને આગામી ODI વર્લ્ડ રમી શકાશે કે નહિ? કેમકે હાલ T20I અને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના યુવા ખેલાડીઓ ઉમદા પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે વિરાટ અને રોહિત 40 વર્ષની ઉંમર તરફ વધી રહ્યા છે, ત્યારે તેમને ODIમાંથી નિવૃત્તિ માટે સમજાવવામાં આવી શકે છે.
વિરાટ-રોહિતનું સપનું અધૂરું રહેશે?
દેશને ત્રીજો ODI વર્લ્ડ કપ અપાવવોએ રોહિત અને વિરાટની સપનું છે. ODI વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમ પાસે આ તક હતી, પરંતુ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે નિરાશાજનક હાર મળી હતી, અને બંને ખેલાડીઓનું સપનું અધૂરું રહી ગયું હતું.
તાજેતરના અહેવાલમાં આપેવામાં આવેલી માહિતી મુજબ કે રોહિત આગામી વર્લ્ડ કપ માટે ફિટ રહેવા પુરા પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે કોહલીએ IPL 2025 માં RCBની જીત બાદ તેનું આગામી લક્ષ્ય ODI વર્લ્ડ કપ હોવાનું જણાવ્યું હતું. પરંતુ BCCI અલગ જ યોજના બનાવી રહ્યું છે. રોહિત અને કોહલી ODI વર્લ્ડ કપ 2027 રમી શકે એ નક્કી નથી, BCCI બંને સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.
BCCI બંને સાથે ચર્ચા કરશે:
અહેવાલ મુજબ BCCIના અધિકારી એ જણાવ્યું, ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે. આગામી વર્લ્ડ કપ નવેમ્બર 2027માં યોજાવાનો છે, હજુ બે વર્ષથી વધુ સમય છે, બંને ત્યાં સુધીમાં 40 વર્ષના થઈ જશે. આ મોટા ટુર્નામેન્ટ માટે સ્પષ્ટ યોજના હોવી જરૂરી છે, સમયસર યુવાનોને તક મળવી જોઈએ.
BCCIના શેડ્યુલ મુજબ વર્ષ 2026 ના અંત સુધી ભારતીય ટીમ 27 ODI રમશે આ દરમિયાન વિરાટ અને રોહિતને ફોર્મ સાબિત કરવું પડશે. ભારતીય ટીમ હવે ઓક્ટોબર 2025માં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ODI મેચ રમશે આ દરમિયાન કોહલી અને રોહિતને સ્થાન મળશે એવી ચાહકોને આશા છે.