સ્પોર્ટસ

રોહિતસેના પર બીસીસીઆઈની ધનવર્ષા, ખેલાડીઓને કરોડો રૂપિયાનો જેકપૉટ લાગ્યો!

મુંબઈ: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ નવમી માર્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતી એને પગલે આઇસીસી તરફથી રોહિતસેનાને 20 કરોડ રૂપિયાનું સર્વોત્તમ ઇનામ આપવામાં આવ્યું ત્યાર પછી હવે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ચેમ્પિયન ટીમના ખેલાડીઓને એ ઇનામના બમણાથી પણ વધુ રૂપિયા વરસાવીને નવડાવી દીધા છે.

આ પણ વાંચો:મુંબઈની પ્રથમ મૅચમાં હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર કૅપ્ટન…

એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ ભારતની મેન ઈન બ્લ્યુ ચેમ્પિયન ટીમ માટે 58 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ એક યાદીમાં જણાવ્યું હતું કે ‘વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ટીમ ઇન્ડિયાને 58 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની જાહેર કરવામાં ક્રિકેટ બોર્ડ આનંદ અનુભવે છે. ભારતીય ટીમે વૈશ્વિક સ્તરે જે નિષ્ઠા અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ દાખવ્યો એ બદલ ક્રિકેટ બોર્ડ ખૂબ ખુશ છે. આ ઇનામ મેદાન પર પર્ફોર્મ કરનાર ખેલાડીઓ તેમ જ મેદાનની બહારથી ટીમને જિતાડવા માટે યોગદાન આપનારાઓને તેમની મહેનત અને સમર્પિતતા બદલ આપવામાં આવી રહ્યું છે.

https://twitter.com/BCCI/status/1898770607996862957


ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ 2024ના ટી-20 વર્લ્ડ કપ બાદ આ આઈસીસી ટ્રોફી પણ જીતી છે એ મોટી ઉપલબ્ધિ તો કહેવાય જ, 2025ની સાલમાં ભારતની આ બીજી આઈસીસી ટ્રોફી છે, કારણ કે આ વર્ષની શરૂઆતમાં આપણો દેશ અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપ પણ જીત્યો હતો.’

ઇનામના આ 58 કરોડ રૂપિયા જેમની વચ્ચે વહેંચવામાં આવશે એમાં ભારતીય ખેલાડીઓ, કોચિંગ સ્ટાફના તમામ મેમ્બર્સ, સપોર્ટ સ્ટાફ તેમ જ સિલેક્શન કમિટીના સભ્યોનો સમાવેશ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિતના સુકાનમાં ભારતીય ટીમ અપરાજિત રહી હતી.

આ પણ વાંચો: શરૂઆતમાં બુમરાહની ગેરહાજરીઃ મુંબઈ ઇન્ડિયન્સના હેડ-કોચ જયવર્દનેએ કહ્યું કે…

ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટે, પાકિસ્તાનને છ વિકેટે અને ન્યૂ ઝીલૅન્ડને 44 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનો ચાર વિકેટે વિજય થયો હતો. નવમી માર્ચે ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલ ભારતે 4 વિકેટે જીતી લીધી હતી. 76 રન બનાવનાર રોહિત શર્મા મૅન ઑફ ધ ફાઈનલનો અવૉર્ડ જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button