સ્પોર્ટસ
બાસ્કેટબોલના સુપરસ્ટાર ખેલાડી પર લાગ્યો બળાત્કારનો આરોપ, ધરપકડ કરી

ન્યૂ યોર્કઃ અમેરિકાના ઇલિનોય રાજ્યમાં રહેતા બાસ્કેટબોલ સુપરસ્ટાર ખેલાડી ટેરેન્સ શેનન જૂનિયર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. બળાત્કારનો આરોપ લગાવ્યા પછી ટેરેન્સ શેનન જૂનિયરને તેની બાસ્કેટબોલ ટીમ ઇલિનોયે ટીમમાંથી હાંકી કાઢ્યો હતો. આ બાસ્કેટબોલ પ્લેયરની પણ ધરપકડ કરવામાં આવી છે.
ગયા ગુરુવારે ઇલિનોય સ્કૂલે બાસ્કેટબોલ ખેલાડી ટેરેન્સ શેનન જૂનિયર પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ સસ્પેન્ડ કરી દીધો હતો. વાસ્તવમાં સપ્ટેમ્બરમાં ટેરેન્સ શેનન જૂનિયર પર કેન્સાસમાં ફૂટબોલ મેચ દરમિયાન કથિત રીતે બળાત્કારનો આરોપ લાગ્યો હતો.
એના પછી ડગ્લાસ કાઉન્ટી (કેન્સાસ) ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ દ્વારા બુધવારે શેનનની ધરપકડ માટે વોરંટ જાહેર કરાયું હતું. શેનનના વકીલ માર્ક પી. સટરે જણાવ્યું હતું કે શેનન નિર્દોષ છે અને ઇચ્છે છે કે કેસની સુનાવણી કરવામાં આવે.