સ્પોર્ટસ

હાર્દિક અને મેરીવાલાએ બરોડાને જિતાડ્યું, રહાણે મુંબઈનો મૅચ-વિનર

ટી-20ની સેમિમાં બરોડા-મુંબઈ વચ્ચે થશે ટકકરઃ સૌરાષ્ટ્રના ચિરાગ જાનીના 80 રન પાણીમાં, વેન્કટેશે મધ્ય પ્રદેશને જિતાડ્યું

બેન્ગલૂરુ/અલુરઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં આજે રમાયેલી પ્રથમ ક્વૉર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મધ્ય પ્રદેશ સામે પરાજય થયો હતો, પરંતુ હાર્દિક પંડ્યા અને લુકમાન મેરીવાલાએ બરોડાને રોમાંચક વિજય અપાવીને સેમિ ફાઇનલમાં મોકલી દીધું હતું.

મુંબઈને અજિંક્ય રહાણેએ 84 રન બનાવીને વિદર્ભ સામે શાનદાર જીત અપાવી હતી અને સેમિ ફાઇનલમાં એન્ટ્રી અપાવી હતી. શુક્રવારે, પ્રથમ સેમિ ફાઇનલ બરોડા-મુંબઈ વચ્ચે રમાશે.

બરોડાનો ક્વૉર્ટર ફાઇનલમાં બેન્ગાલ સામે 41 રનથી વિજય થયો હતો. મોહમ્મદ શમીના પર્ફોર્મન્સ અને ફિટનેસ પર સૌની નજર હતી અને શમી આ મૅચમાં 43 રનમાં બે વિકેટ લીધી હતી, પણ બૅટિંગમાં તે શૂન્યમાં આઉટ થઈ ગયો હતો.

https://twitter.com/i/status/1866778372707364866

કૃણાલ પંડ્યાન સુકાનમાં બરોડાએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 172 રન બનાવ્યા હતા જેમાં ઓપનર શાશ્વત રાવતના 40 રન હાઇએસ્ટ હતા. અભિમન્યુ રાજપૂત (37 રન) સાથે તેની 90 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ ત્યાર બાદ બીજી મોટી ભાગીદારી નહોતી થઈ શકી.

આપણ વાંચો: આજે ટી-20 ટૂર્નામેન્ટમાં મુંબઈ, સૌરાષ્ટ્ર, બરોડામાંથી કોણ પહોંચશે સેમિ ફાઈનલમાં?

જોકે પેસ બોલર્સ હાર્દિક પંડ્યા (27 રનમાં ત્રણ વિકેટ), લુકમાન મેરીવાલા (17 રનમાં ત્રણ વિકેટ), અતિત શેઠ (41 રનમાં ત્રણ વિકેટ) અને રાજપૂત (10 રનમાં એક વિકેટ) સહિત સાત બોલરના બોલિંગ-આક્રમણમાં બેન્ગાલની બૅટિંગ-હરોળ દબાઈ ગઈ હતી અને 18 ઓવરમાં 131 રનમાં બેન્ગાલની ટીમનો વીંટો વળી ગયો હતો. મેરીવાલાને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

બરોડા પછી મુંબઈએ વિદર્ભ સામે વિજય મેળવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મુંબઈ-વિદર્ભ વચ્ચેની ટી-20 મૅચોમાં આજના કુલ 445 રન નવો વિક્રમ છે.

મુંબઈએ બૅટિંગ આપ્યા બાદ વિદર્ભએ 20 ઓવરમાં છ વિકેટે 221 રન બનાવ્યા હતા જેમાં ખાસ કરીને ઓપનર અથર્વ ટેઇડના 66 રનનો સમાવેશ હતો. અપૂર્વ વાનખેડેએ 33 બૉલમાં ત્રણ સિક્સર, બે ફોરની મદદથી 51 રન તેમ જ શુભમ દુબેએ 19 બૉલમાં ત્રણ સિક્સર, ત્રણ ફોર સાથે અણનમ 43 રન બનાવ્યા હતા.

આપણ વાંચો: મહિલાઓના ધમાકેદાર ટી-20 વર્લ્ડ કપનો દિવસ નજીક આવી ગયો, જાણો ટૂર્નામેન્ટનું એ-ટુ-ઝેડ…

મુંબઈ વતી અથર્વ અંકોલેકર અને સૂર્યાંશ શેડગેએ બે-બે તથા તનુશ કોટિયને એક વિકેટ લીધી હતી. મુંબઈએ 222 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં શરૂઆત ખૂબ સારી કરી હતી.

ઓપનર પૃથ્વી શો (49 રન, 26 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) અને ભૂતપૂર્વ સુકાની અજિંક્ય રહાણે (84 રન, 45 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) વચ્ચે પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારી થઈ હતી. 118 રનના ટીમ-સ્કોર સુધીમાં કુલ ત્રણ વિકેટ પડી ચૂકી હતી.

કૅપ્ટન શ્રેયસ ઐયર (પાંચ રન) અને સૂર્યકુમાર યાદવ (નવ રન) સસ્તામાં આઉટ થયા બાદ શિવમ દુબે (37 અણનમ, બાવીસ બૉલ, બે સિક્સર, એક ફોર) અને સૂર્યાંશ શેડગે (36 અણનમ, 12 બૉલ, ચાર સિક્સર, એક ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે 67 રનની અતૂટ અને મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. વિદર્ભના પેસ બોલર દિપેશ પરવાણીએ બે વિકેટ અને યશ ઠાકુરે એક વિકેટ લીધી હતી. અજિંક્ય રહાણેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

આપણ વાંચો: T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 20 ટીમ વચ્ચે જંગ: રવિવારે ટૂર્નામેન્ટનો આરંભ

સૌરાષ્ટ્ર સામે મધ્ય પ્રદેશને ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરે સેમિ ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.
સૌરાષ્ટ્રની ટીમે બૅટિંગ મળ્યા બાદ સાત વિકેટે 173 રન બનાવ્યા હતા. ચિરાગ જાની (80 અણનમ, 45 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ને બાદ કરતા બીજો કોઈ બૅટર 20 રન પણ નહોતો બનાવી શક્યો.

જેમની પાસે વધુ અપેક્ષા હતી એવા બે બૅટર હાર્વિક દેસાઈ (17 રન) અને પ્રેરક માંકડ (16 રન) મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા હતા. હાર્વિકની વિકેટ શિવમ શુક્લાએ અને માંકડની વિકેટ આવેશ ખાને લીધી હતી. આવેશ તેમ જ બીજા પેસ બોલર વેન્કટેશ ઐયરે બે-બે વિકેટ લીધી હતી.

આપણ વાંચો: ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે જંગ

મધ્ય પ્રદેશ વતી એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો, પરંતુ ઓપનર અર્પિત ગૌડ (42 રન, 29 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને વેન્કટેશ ઐયર (38 અણનમ, 33 બૉલ, બે સિક્સર, બે ફોર) તેમ જ કૅપ્ટન રજત પાટીદાર (28 રન, 18 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને હરપ્રીત સિંહ (બાવીસ અણનમ, નવ બૉલ, બે સિક્સર, એક ફોર)ના બૅટિંગ આક્રમણ વચ્ચે સૌરાષ્ટ્રના બોલર્સનું કંઈ નહોતું ચાલ્યું અને મધ્ય પ્રદેશે ચાર બૉલ બાકી રાખીને (19.2 ઓવરમાં) 174/4ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button