સ્પોર્ટસ

T20 World Cup : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરો પરેશાન: સામાન ખોવાયો, ફ્લાઇટ મોડી પડી અને પ્રૅક્ટિસ મૅચ પણ ગુમાવી!

બ્રિજટાઉન (બાર્બેડોઝ): આઇપીએલની 17મી સીઝન રમીને ઑસ્ટ્રેલિયાના મોટા ભાગના ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા મોડા પહોંચ્યા છે. જોકે પ્રવાસ વિલંબમાં મુકાવાની સાથે તેમણે બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોઈક કાંગારૂ પ્લેયરનો સામાન ગુમાઈ ગયો હતો, કોઈકની ફ્લાઇટ કલાકો સુધી મોડી પડી હતી અને કોઈકે પ્રૅક્ટિસ મૅચ ગુમાવવી પડી હતી. બ્રિજટાઉનમાં ઍરપોર્ટ પર ઊતર્યા બાદ તેમણે ભારે પવનનો પણ સામનો કરવો પડ્યો હતો.

જોકે ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ઍસ્ટન ઍગરે પત્રકારોને કહ્યું કે બ્રિજટાઉનમાં આવ્યા બાદ અમે દરિયાને સમાંતર જે ક્રૂઝની સફર કરી એનાથી અમારા બધાનો થાક ઊતરી ગયો અને મગજમાં જે તોફાનો મચી ગયા હતા એ પણ શાંત થઈ ગયા હતા.

ઑસ્ટ્રેલિયાની આ વર્લ્ડ કપમાં પ્રથમ મૅચ પાંચમી જૂને (ભારતીય સમય મુજબ છઠ્ઠી જૂને સવારે 6.00 વાગ્યે) શરૂ થશે.
આઇપીએલના સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાની કિંમતવાળા અને કોલકાતાના ચૅમ્પિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક તેમ જ કૅપ્ટન પૅટ કમિન્સ આઇપીએલ પછી ટૂંકા બ્રેક માટે સ્વદેશ પાછા ગયા હતા અને ત્યાંથી વેસ્ટ ઇન્ડિઝ આવ્યા હતા. જોકે કૅરિબિયન ધરતી પર આવતી વખતે જે પ્રવાસ કર્યો એ દરમ્યાન કમિન્સનો સામાન (ક્રિકેટ કિટ, વગેરે) ગુમ થઈ ગયો હતો, પરંતુ પછીથી તેના સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup: વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝનું સ્ટેડિયમ ખાલીખમ…આઇસીસી પર શેનો દોષ મૂકાયો?

કેટલાક ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ આઇપીએલ માટે ભારતમાં ઘણા અઠવાડિયા સુધી રહ્યા બાદ માત્ર 48 કલાક સુધી ઑસ્ટ્રેલિયામાં પરિવાર સાથે રહ્યા હતા અને વેસ્ટ ઇન્ડિઝ આવવાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા હતા.

સ્ટાર્ક અને ગ્લેન મૅક્સવેલને ઑસ્ટ્રેલિયાથી બાર્બેડોઝ આવતી વખતે ફ્લાઇટ મોડી પડવાથી ખૂબ પરેશાની થઈ હતી. તેમણે એક રાત લૉસ ઍન્જલસમાં અને બીજી રાત માયામીમાં રોકાવું પડ્યું હતું.

માર્કસ સ્ટોઇનિસની કિટ પણ ગેરવલ્લે થઈ જવાને કારણે તેણે પ્રૅક્ટિસ-મૅચ ગુમાવવી પડી હતી.
વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા ગ્રૂપ ‘બી’માં જેમાં ઇંગ્લૅન્ડ, નામિબિયા, ઓમાન અને સ્કૉટલૅન્ડ પણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ