સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની ઇનામની રકમમાં કરાયો 13 ટકાનો વધારો

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અધિકારીઓએ મેલબોર્ન પાર્ક ખાતે જાન્યુઆરી 14 થી શરૂ થતા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમની ઈનામી રકમમાં 10 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના વધારાની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટ ડિરેક્ટર ક્રેગ ટિલેએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે હવે આ ગ્રાન્ડ સ્લેમની ઈનામી રકમ 86.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર હશે.
તેમણે કહ્યું હતું કે “અમે ઓસ્ટ્રેલિયન ઓપનમાં દરેક રાઉન્ડ માટે ઈનામી રકમ વધારી છે. સૌથી મોટો વધારો ક્વોલિફાઈંગ અને પ્રિલિમિનરી રાઉન્ડની મેચો માટે કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડના ક્વોલિફાયર્સને 31250 ઓસ્ટ્રેલિયન ડોલર મળશે, જે પહેલા કરતા 20 ટકા વધુ છે. પુરૂષ અને મહિલા ચેમ્પિયન બંનેને 30 લાખ 15 હજાર ઓસ્ટ્રેલિયન ડોલરનું ઇનામ મળશે. ગત વખતે મહિલા વર્ગમાં એરિના સબાલેન્કાએ અને પુરૂષ વર્ગમાં નોવાક જોકોવિચે ટાઇટલ જીત્યું હતું.