Australia Vs South Africa Women Cricket: ફિલ્ડ અમ્પાયરે કર્યું કંઈક એવું કે લોકોએ કહ્યું…

ક્રિકેટ એ સૌથી વધુ લોકપ્રિય અને કદાચ જોવાતી સ્પોર્ટ્સ છે અને ઘણી વખત આ ક્રિકેટના મેદાનમાં જ એવી મોમેન્ટ્સ પણ જોવા મળતી હોય છે કે જે અનેક વખત એકદમ યાદગાર હોય છે કો ઘખણી વખત એકદમ ફની હોય છે. એટલું જ નહીં પણ ઘણી વખત ખેલાડીઓ સિવાય અમ્પાયરથી પણ એવી ભૂલો થઈ જતી હોય છે કે જે જોઈને તમે હસવાનું નહીં રોકી શકો.
આવું જ કંઈક ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વુમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી બીજી વન-ડે મેચમાં જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ એના પર અમ્પાયરની મજા લઈ રહ્યા છે.
વાત જાણે એમ છે કે અમ્પાયર બેટરના નોટ આઉટ હોવા છતાં પણ આઉટનો સિગ્નલ આપવા માટે આંગળી ઊંચી કરે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. એમાં થયું એવું હતું કે જ્યારે સાઉથ આફ્રિકાની ઈનિંગ સમયે 24મી ઓવરના છેલ્લાં બોલ પર થર્ડ અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યા બાદ પણ ઓન ફિલ્ડ અમ્પાયરે આંગળી ઉઠાવીને આઉટનો ફેંસલો આપ્યો હતો.
આ જોઈને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ દંગ થઈ ગયા હતા, પણ તરત જ પોતાની ભૂલનો અહેસાસ થતાં તે પોતાનો નિર્ણય બદલે છે અને બેટરને નોટઆઉટ આપે છે. આ જોઈને ખેલાડીઓ પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા અને લેડી અમ્પાયર પણ હસી પડી હતી. આ વીડિયો નેટિઝન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને એના પર કમેન્ટ્સ કરી રહ્યા છે.
ફેન્સ લેડી અમ્પાયરના રિએક્શન પર જાત જાતના રિએક્શન આપી રહ્યા છે અને લોકોનું એવું માનવું છે કે અમ્પાયર નિર્ણય આપતી વખતે ક્યાંક ખોવાઈ ગઈ હતી અને એટલે જ તેને ખ્યાલ નહોતો આવ્યો કે થર્ડ અમ્પાયરે શું નિર્ણય આપ્યો છે. લોકોએ કહ્યું હતું કે આ તો મોયે મોયે થઈ ગયું…