સ્પોર્ટસ

AUS vs PAK: પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનની કારમી હાર, આખી ટીમ માત્ર આટલા રનમાં જ સમેટાઈ ગઈ

પર્થ: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ પર્થમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું છે. આજે રવિવારે ટેસ્ટ મેચનો ચોથો દિવસ હતો અને ચોથા દિવસે જ ઓસ્ટ્રેલીયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને 450 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં પાકિસ્તાનની ટીમ 89 રનમાં સમેટાઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને પ્રથમ ઇનિંગમાં 487 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ 271 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયને 216 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ 233 રન પર ડિકલેર કરી હતી, લીડ સાથે સ્કોર 449 રન થયો હતો.

450 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અબ્દુલ્લા શફીક અને કેપ્ટન શાન મસૂદ બે-બે રન બનાવીને આઉટ થયા હતા. ઈમામ ઉલ હક 10 રન, બાબર આઝમ 14 રન અને સઈદ શકીલ 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નહીં. સરફરાઝ અહેમદ ચાર રન, સલમાન આગા પાંચ રન, ફહીમ અશરફ પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

જ્યારે, આમિર જમાલ અને ખુર્રમ શહજાદ ખાતું ખોલાવી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે, લિયોનને બે વિકેટ મળી હતી. કમિન્સે એક વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button