ક્યારે રમાયો હતો પહેલો એશિયા કપ? જુઓ વિજેતા દેશોની યાદી અને રસપ્રદ માહિતી

મુંબઈ: એશિયા કપની 17ની સિઝન આજથી શરૂઆત થવા જઈ રહી છે, એશિયા કપનું આ એડીશન T20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપ 2025નું યજમાન ભારત છે પરંતુ રાજકીય કારણોસર ટુર્નામેન્ટ યુનાઈટેડ અરબ અમીરાત (UAE) યોજાશે. આ વર્ષે ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ, ભારત, ઓમાન, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લઇ રહી છે. પરંતુ જ્યારે 1984માં પહેલી વાર એશિયા કપ રમાયો ત્યારે 3 દેશોએ ભાગ લીધો હતો.
એશિયા કપ શરુ થયાને 40 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પહેલો એશિયા કપ 1984 માં UAEની યજમાની હેઠળ યોજાયો હતો પરંતુ UAEએ તેમાં ભાગ લીધો ન હતો. અત્યાર સુધીમાં 16 વખત એશિયા કપનું આયોજન થઇ ચુક્યું છે, જેમાંથી 14 વખત આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટ અને 2 વખત T20 ફોર્મેટમાં રમાઈ હતી. હવે ત્રીજી વખત એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે.
અત્યાર સુધીમાં ભારત 8 એશિયા કપ ટાઇટલ જીતી ચુક્યું છે, આ ભારત બાદ શ્રીલંકા 6 વખત એશિયા કપ ચેમ્પિયન રહ્યું છે. જ્યારે ભારતની કટ્ટર હરીફ ગણાતી પાકિસ્તાન અત્યાર સુધીમાં ફક્ત બે ટાઇટલ જ જીતી શક્યું છે. આ સિવાય એક પણ દેશ આ ટ્રોફી જીતી શક્યું નથી.

આ પણ વાંચો…T20 એશિયા કપ 2025માં ભારતીય ટીમનું શેડ્યુલ; આ તારીખે પાકિસ્તાન સામે ટક્કર…